CJIની વિરુદ્ધ મહાભિયોગ, 7 વિપક્ષી દળોએ આપ્યો પ્રસ્તાવ
સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશે પોતાનાં પદનો દુરૂપયોગ કર્યો હોવાનાં દાવા સાથે મહાભિયોગ પ્રસ્તાવ રજુ કર્યો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાધીશ દીપક મિશ્રાની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. કોંગ્રેસની આગેવાનીમાં 7 વિપક્ષી દળોએ રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડૂ સાથે મુલાકાત કરીને તેમને પ્રસ્તાવ સોંપ્યો હતો. શુક્રવારે વિપક્ષી પાર્ટીની કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની આગેવાનીમાં બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ અન્ય ઘણા વિપક્ષી દળોનાં નેતાઓએ ઉપરાષ્ટ્રપતિને પ્રસ્તાવ સોંપ્યો હતો.
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમે લોકો આ પ્રસ્તાવ એક અઠવાડીયા પહેલા જ રજુ કરવા માંગતા હતા. જો કે ઉપરાષ્ટ્રપતિ પાસે સમય નહોતો. આજે અમે રાજ્યસભાની 7 રાજનીતિક પાર્ટીઓ સાથે મળીને રાજ્યસભા ચેરમેનને મહાભિયોગનો પ્રસ્તાવ સોંપ્યો છે. તેમણે કહ્યું કે, 71 સાંસદોનાં હસ્તાક્ષર સાથે આ પ્રસ્તાવ સોંપાયો છે. તેમાં 7 રિટાયર થઇ ચુક્યા છે. જો કે, ફરી પણ તે જરૂરી સંખ્યા કરતા વધારે છે. તેમણે કહ્યું કે, આ પ્રસ્તાવ 5 બિંદુઓનાં આધાર પર રજુ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, સંવિધાન હેઠળ જો કોઇ જજ દુર્વ્યવહાર કરે છે તો સંસદનો અધિકાર છે કે તેની તપાસ થવી જોઇએ. સિબ્બલે કહ્યું કે, અમે પોતાનાં પત્રમાં લખ્યું છે કદાચ અમે તે દિવસ ન જોવો પડે. તે અંગે સુપ્રીમ કોર્ટનાં જ ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. સિબ્બલે કહ્યું કે, અમારી પાસે મહાભિયોગ લાવવા ઉપરાંત કોઇ બીજો રસ્તો નથી. સિબ્બલ બોલ્યા કે અમને આશા હતી કે જજોની જે નારાજગી છે તે તમામને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. કેટલાક ફેરફાર આવશે પરંતુ એવું ન થયું. જે મુદ્દાઓને ધ્યાનમાં રાખતા તે મહાભિયોગ લાવવામાં આવ્યો છે, તેમાં પહેલો પ્રસ્તાવ એજ્યુકેશનલ કેસ છે.
આ નેતાઓ ઉપરાષ્ટ્રપતિને ગયા હતા મળવા
ચીફ જસ્ટિસની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવીને ઉપરાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા. વિપક્ષી નેતાઓમાં ગુલામ નબી આઝાદ, કેટીએસ તુલસી, અભિષેક મનુ સિંધવી, કપિલ સિબ્બલ, એનસીપીની વંદના ચૌહાણ, સીપીઆઇનાં ડી.રાજાનો સમાવેશ થાય છે. જો કે આરજેડી અને ટીએમસી હાલ મહાભિયોગનાં પ્રસ્તાવથી અંતર જાળવી રાખ્યું છે.
વિપક્ષી પાર્ટીઓની સાથે બેઠક કર્યા બાદ ગુલામ નબી આઝાદ, કેટીએસ તુલસી, અભિષેક મનુ સિંધવી, કપિલ સિબ્બલ, એનસીપીની વંદના ચૌહાણ, સીપીઆઇનાં ડી.રાજાનો સમાવેશ થાય છે. જો કે આરજેડી અને ટીએમસી હાલ મહાભિયોગ પ્રસ્તાવથી અંતર જાળવી રાખ્યા છે.
વિપક્ષી પાર્ટીઓની સાથે બેઠક કર્યા બાદ ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમે મહાભિયોગનો પ્રસ્તાવ આપવા માટે ઉપરાષ્ટ્રપતિની પાસે જઇ રહ્યા છે. અમે સાત પાર્ટીઓનું સમર્થન છે, તેમાં કોંગ્રેસ, સીપીઆઇ, એનસીપી, બીએસપી, મુસ્લિમ લીગ અને સમાજવાદી પાર્ટીનો સમાવેશ છે.