નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા ફરી એક વાર વિવાદોમાં ઘેરાયા છે. બંધારણ ઘડતરમાં આંબેડકરની સરખામણીમાં નહેરુનું યોગદાન વધુ હોવાનો દાવો કરીને પિત્રોડાએ નવો વિવાદ છેડ્યો છે. પિત્રોડાએ પોતાનું ટ્વિટ તો ડિલીટ કરી દીધું, પણ ભાજપે તેમના માધ્યમથી આખી કોંગ્રેસને ઘેરી લીધી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના નેતા સેમ પિત્રોડા ભલે અમેરિકામાં રહેતાં હોય, પણ તેમના નિવેદનો કે પોસ્ટને કારણે સમયાંતરે ભારતમાં વિવાદ થતો રહે છે. અયોધ્યાના રામ મંદિર પર વિવાદિત નિવદન બાદ પિત્રોડા ફરી ચર્ચામાં છે..


કારણ છે તેમનું આ ટ્વિટ. જેમાં તેમણે દાવો કર્યો છે કે બંધારણના ઘડતરમાં આંબેડકર કરતાં નહેરુનું યોગદાન વધુ હતું. પિત્રોડાએ લખ્યું છે કે બંધારણ અને તેની પ્રસ્તાવનામાં વધુ યોગદાન કોનું છે? નહેરુનું, નહીં કે આંબેડકરનું. બાબા સાહેબે આપેલું બંધારણ, ડોક્ટર આંબેડકર ભારતીય બંધારણના પિતા છે, તે આપણા દેશના આધુનિક ઈતિહાસનું સૌથી મોટું જુઠ્ઠાણું છે.


જો કે ભાજપે સ્વાભાવિ રીતે જ પિત્રોડાના માધ્મયમથી સમગ્ર કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો. ભાજપે આ શબ્દો પિત્રોડાના નહીં પણ કોંગ્રેસના હોવાનો અને આંબેડકરને સતત અન્યાય કરવાનો કોંગ્રેસ પર આક્ષેપ કર્યો..


આ પણ વાંચોઃ સવારે રાજીનામુ અને ફરી શાંજે શપથ, રવિવારે નવમી વાર બિહારના CM બનશે નીતીશ કુમાર?


મહત્વની વાત એ છે કે પિત્રોડાએ રાજકીય વિશ્લેષક સુધીન્દ્ર કુલકર્ણીની પોસ્ટનો હવાલો આપીને આ પોસ્ટ કરી હતી. જો કે વિવાદ વધતાં પિત્રોડાએ પોતાની પોસ્ટ દૂર કરી દીધી...જો કે કુલકર્ણી પોતાની વાત પર કાયમ રહ્યા.


આ સમગ્ર વિવાદની શરૂઆત આ ટ્વિટથી થઈ હતી. જેમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના અધ્યક્ષે મુંબઈમાં ડોક્ટર આંબેડકરને પુષ્પાંજલિ આપતાં તેમને ભારતના બંધારણના ઘડવૈયા ગણાવ્યા હતા. જો કે કુલકર્ણીએ કેટલાક તથ્યોનો હવાલો આપીને તેમના આ દાવાને ખોટા ગણાવ્યા હતા.


ડોક્ટર આંબેડકર અને નહેરુના બંધારણમાં યોગદાન અંગે મોટા દાવા કરનાર સુધીન્દ્ર કુલકર્ણીનો પરિચય પણ મેળવી લઈએ. તેઓ રાજકારણી અને કટારલેખક છે. એક સમયે તેઓ CPI (M) સાથે જોડાયેલા હતા. જો કે ડાબેરી વિચારધારાથી મોહભંગ થતાં તેઓ 1996માં ભાજપમાં જોડાયાં. જો કે 2009માં તેમણે ભાજપ પણ છોડી દીધી.


પિત્રોડાએ તો પોતાની પોસ્ટ દૂર કરી દીધી છે, પણ હવે જોવું એ રહેશે કે આ વિવાદ કોંગ્રસનો પીછો છોડે છે કે નહીં.