નવી દિલ્હીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમને સરકારી પ્રોટોકોલ પ્રમાણે ક્વોરેન્ટીન કરવામાં આવશે. આ જાણકારી કોંગ્રેસ નેતા જયરામ રમેશે આપી છે. 


જયરામ રમેશે ટ્વીટમાં લખ્યુ, 'આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે સરકાર દ્વારા જારી પ્રોટોકોલનું પાલન કરતા આઈસોલેશનમાં રહેશે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube