નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટી દ્વારા મુસ્લિમોનો પક્ષ લેવા મુદ્દે વડાપ્રધાન મોદીના નિવેદન અંગે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ વ્યક્ત કરવામાંઆવ્યો છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતા આનંદ શર્માએ કહ્યું કે, આ નિવેદનથી વડાપ્રધાને ન માત્ર ઇતિહાસનો અનાદર કરવામાં આવ્યો છે પરંતુ ભારતની ઉપલબ્ધિઓને પણ ઓછી આંકવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી માત્ર ભાજપનાં વડાપ્રધાન નથી પરંતુ સમગ્ર ભારતના વડાપ્રધાન છે અને તેમને આ જ પ્રકારે વ્યવહાર કરવો જોઇએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખો શાબ્દિક હૂમલો કરતા આનંદ શર્માએ કહ્યું કે, પોતાનાં નિવેદનોનાં કારણે વડાપ્રધાને ન માત્ર ઇતિહાસનો અનાદર કર્યો છે પરંતુ ભારતની ઉપલબ્ધિઓનો પણ અનાદ કર્યો છે. આ બિમાર માનસિકતા હાલ દેશની ચિંતાનો સૌથી મોટો વિષય છે. વડાપ્રધાને એવું નિવેદન આપ્યું કે, જે ઐતિહાસિક તથ્યોની દ્રષ્ટીએ અયોગ્ય છે. તેઓ સમગ્ર ભારતનાં વડાપ્રધાન છે. ન માત્ર ભાજપનાં. તેમની મુખ્ય વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય આંદોલનની આગેવાની કરી અને સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો. એવામાં પાર્ટીને એક મુસ્લિમ પાર્ટી કહેવું એક વડાપ્રધાનને શોભા નથી આપતું. તેમની પાસે ઇતિહાસ અંગેની માહિતી ઓછી છે. 

અગાઉ વડાપ્રધાન મોદીએ ત્રણ તલાક મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધતા સવાલ કર્યો હતો કે કોંગ્રેસ માત્ર મુસ્લિમ પુરૂષોની પાર્ટી છે, મહિલાઓની નહી ? તેમણે પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવેનાં શિલાન્યાસ પ્રસંગે એક જનસભામાં કહ્યું કે, હું અખબારમાં વાંચ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. ગત્ત બે દિવસથી ચર્ચા ચાલી રહી છે. મને આશ્યર્ય થઇ રહ્યું છે કારણ કે જ્યારે મનમોહન સિંહની સરકાર હતી તો સ્વયં તેમણે કહી દીધું હતું કે દેશનાંપ્રાકૃતિક સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસલમાનોનો છે.