ફેસબૂક પર હથિયારોની પૂજાનો ફોટો નાખવો પડ્યો મોંઘો, આ નેતાની કરાઈ ધરપકડ
ઝારખંડના પશ્ચિમ સિંહભૂમમાં કોંગ્રેસના જિલ્લા કોષાધ્યક્ષ અને જિલ્લા ઉદ્યોગ વિભાગના અધ્યક્ષ રાધા મોહન બેનર્જીએ ફેસબૂક પર આ પોસ્ટ મુકી હતી. ડીએસપી અમર પાંડેયે જણાવ્યું કે, ચાઈબાસાના ટુંગરી ખાતેના નિવાસસ્થાનેથી કોંગ્રેસના નેતા રાધા મોહન બેનર્જી ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ કરી છે.
ચાઈબાસાઃ ઝારખંડમાંથી પોલીસે એક નેતાના ઘરમાંથી ગેરકાયદે ઘાતક હથિયારોનો જથ્થો ઝડપ્યો છે. હકીકતમાં આ નેતાએ દશેરાના દિવસે હથિયારોની પૂજા કરતો પોતાનો ફોટો ફેસબૂક પર નાખ્યો હતો. પોલિસે તેમના ઘરેથી બે નાળાની લાયસન્સવાળી બંદૂકની સાથે ગેરકાયદે દેશી કટ્ટા પણ જપ્ત કર્યા છે.
ઝારખંડના પશ્ચિમ સિંહભૂમમાં કોંગ્રેસના જિલ્લા કોષાધ્યક્ષ અને જિલ્લા ઉદ્યોગ વિભાગના અધ્યક્ષ રાધા મોહન બેનર્જીએ ફેસબૂક પર આ પોસ્ટ મુકી હતી. ડીએસપી અમર પાંડેયે જણાવ્યું કે, ચાઈબાસાના ટુંગરી ખાતેના નિવાસસ્થાનેથી કોંગ્રેસના નેતા રાધા મોહન બેનર્જી ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ કરી છે. સાથે જ ગેરકાયદે હથિયાર રાખવાના કારણે કોંગ્રેસના નેતાને હથિયાર સાથે જપ્ત કર્યા છે અને તેમનું લાયસન્સ પણ રદ્દ કરાયું છે.
કમલેશ તિવારીના પરિવારે ZEE NEWSને કહ્યું: 'પોલીસ તપાસથી સંતુષ્ટ નથી'
પોલીસે જણાવ્યું કે, વિજયાદશમીના દિવસે હથિયાર પૂજા સમયે કોંગ્રેસના નેતાએ ઘરમાં શસ્ત્રોની પૂજા કરી હતી, જેની તસવીર તેમણે ફેસબૂક પર પોસ્ટ કરી હતી. તેના આધારે તેમના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. કોંગ્રેસના નેતા હથિયારો સાથે પકડાઈ જતાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે.
જુઓ LIVE TV....