નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શનકારીઓને મળવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પહોંચ્યા હતા. એક મહિના કરતા વધુ સમયથી શાહીન બાગમાં આ જોગવાઈઓ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. દિગ્વિજય સિંહ તેનું સમર્થન કરવા પહોંચ્યા હતા. આ વચ્ચે કાલિંદી કુંજ રોડ પર સીએએના વિરોધમાં ધરણા પ્રદર્શનનો મામલો આજે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. વકીલ અમિત સાહનીએ સુપ્રીમમાં દાખલ અરજીમાં કહ્યું કે, રોડ જામથી લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ દિલ્હી હાઈકોર્ટે સ્થિતિના મોનિટરિંગને લઈને કોઈ ખાસ નિર્દેશ આપવાની જગ્યાએ પોલીસને યોગ્ય પગલા ભરવાનું કહીને મામલાનું સમાધન કરી દીધું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજીકર્તાએ માગ કરી છે કે ત્યાં બની રહેલી સ્થિતિને વધુ ખરાબ થતી રોકવા અને હિંસક થતી બચવા માટે સુપ્રીમ કોર્ટ પોતાના નિવૃત જજ કે દિલ્હી હાઈકોર્ટના સેવારત જજ પાસે મોનિટરિંગ કરાવે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના અન્ય સમાચાર


 


જુઓ LIVE TV