મોદી સરકાર Game નહી માત્ર Name ચેન્જર છે: ગુલામ નબી આઝાદ
રાજ્યસભામાં આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં ભાષણ બાદ રાજ્યસભામાં વિપક્ષનાં નેતા ગુલામ નબી આઝાદે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતાએ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી યોજનાઓ અંગે સદનમાં કહ્યું કે, મોદી સરકારે કોંગ્રેસ સરકારનાં કાર્યકાળમાં ચાલુ કરવામાં આવેલી યોજનાઓનાં માત્ર નામ જ બદલ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સંસદમાં પહેલીવાર ભાષણ આપતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાની સરકારની મહત્વની ઉપલબ્ધિઓ ગણાવી હતી. જેમાં કેટલીક જનહિત યોજનાઓ કેટલી સફળ રહી તે પણ જણાવ્યું હતું.
નવી દિલ્હી : રાજ્યસભામાં આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં ભાષણ બાદ રાજ્યસભામાં વિપક્ષનાં નેતા ગુલામ નબી આઝાદે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતાએ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી યોજનાઓ અંગે સદનમાં કહ્યું કે, મોદી સરકારે કોંગ્રેસ સરકારનાં કાર્યકાળમાં ચાલુ કરવામાં આવેલી યોજનાઓનાં માત્ર નામ જ બદલ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સંસદમાં પહેલીવાર ભાષણ આપતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાની સરકારની મહત્વની ઉપલબ્ધિઓ ગણાવી હતી. જેમાં કેટલીક જનહિત યોજનાઓ કેટલી સફળ રહી તે પણ જણાવ્યું હતું.
ભાજપ અધ્યક્ષનાં ભાષણ બાદ બોલવા માટે ઉભા થયેલા આઝાદે કહ્યું કે, 1985 બાદ કોંગ્રેસ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી યોજનાઓનાં માત્ર નામ જ બદલવામાં આવ્યા છે. માટે હું કહું છું કે મોદી સરકાર ગેમ ચેન્જર નહી પરંતુ માત્ર નેમ ચેન્જર છે. તેણે કોંગ્રેસની યોજનાઓને માત્ર નવા પેકેટમાં પેક કરીને રજુ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહે પોતાનાં નિવેદનમાં કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી.
અમિત શાહે પોતાનાં ભાષણમાં કરેલી મહત્વની વાતો...
- અંત્યોદયનાં લક્ષ્યને પુરા કરવા માટે પ્રતિબદ્ધ
- દેશમાં 3 કરોડ બેંક ખાતાઓ ખોલ્યા
- આઝાદી બાદ 55 વર્ષ એક જ પરિવારનું દેશમાં રાજ રહ્યું.
- દેશમાં 60 ટકા લોકોની પાસે બેંક ખાતાઓ જ નહોતા.
-દેશનો ગરીબ પોતાની જાતને અર્થતંત્ર સાથે જોડવા લાગ્યો છે.
-શાસ્ત્રીજી બાદ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને પાઠ ભણાવવાની હિંમત કરી
-ઘરમાં શૌચાલય ન હોવું એક ત્રાસ છે.
- લુટિયન્સમાં રહેનારાઓને આ દર્દનો અહેસાસ નથી.
- ગેસ સબ્સિડી છોડવાનું સાર્થક અભિયાન ચલાવવામાં આવ્યું.
-ગરીબનાં ઘરમાં પેદા નથી થયા પરંતુ ગરીબોને નજીકથી જોયા
-દેશનાં દરેગ ગરીબ માટે ઘર હોવું જરૂરી
- દેશમાં બેરોજગારીની સમસ્યા છે અને તેનો ઇન્કાર કરવામાં આવી શકે નહી.
- 55 વર્ષ સુધી રાજ કરનારા બેરોજગારીનો મુદ્દો ઉઠાવે છે.
- પૂર્વવડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને સરાહનીય કામ કર્યું.
- દેશમાં બેંકોનાં રાષ્ટ્રીયકરણ બાદ પણ ગરીબ બેંક સુધી ન પહોંચી શક્યા.
-બેરોજગારીથી સારૂ છે કોઇ યુવાન મહેનત કરીને પકોડા વેચે
- પકોડા વેચવા શરમની બાબત નથી.
- પકોડા વેચનારા આગામી પેઢીનાં ઉદ્યોગપતિ
- પકોડા વેચનારા લોકો આગામી પેઢીનાં ઉદ્યોગપતિઓ બનશે.
- ચા વેચનારનો પુત્ર આ સદનમાં વડાપ્રધાન બનીને બેઠો છે.
- ગરીબનાં ઘરમાં વિજળી, સ્વાસ્થય સુવિધાનું અમારી સરકારનું લક્ષ્ય છે.
- 50 કરોડ લોકોને વીમા આપવું સાહસ કોઇ સરકારમાં નહોતું.
- દેશમાં ભાજપ સરકાર આવ્યા બાદ નદીઓને જોડવાનું કામ ફરીથી ચાલુ કરવામાં આવ્યુ.
- ગરીબોનું જીવન સ્તર ઉંચુ લાવવાનું કામ ભાજપે કર્યું
- ગરીબી હટાવોનાં નારા સાથે બહુમતીની સરકાર આવી, જો કે ગરીબનું જીવન સ્તર સુધારવાનું કામ ભાજપે કર્યું.
- પહેલા યૂરિયાનાં કાળા બજાર હતા, અમારી સરકારનાં એક નિર્ણયનાં કારણે તમામ સમસ્યા દુર થઇ.
-5 કરોડ 70 લાખ ખેડૂતોએ પાક વિમા યોજનાનો લાભ મળ્યો.
- દેશા યૂરિયાનાં 6 કારખાના ભાજપે ચાલુ કર્યા
-ઘણા સુધારા કરાયા જેના કારણે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી અને રેટિંગ સુધર્યા.
-અમે એવા નિર્ણયો લઇએ છીએ જે લોકો માટે સારા હોય.
- ખેડૂતોને ડોઢ ગણું સમર્થન મુલ્ય અપાયું.
- સમગ્ર દેશમાં જીએસટી પર રાજનીતિ કરવામાં આવી.
- ભાજપ જ્યારે જીએસટીનાં વિરુદ્ધમાં નહોતું.
- સમગ્ર દેશમાં જીએસટી મુદ્દે રાજનીતિ કરવામાં આવી.
- કોંગ્રેસ જ્યારે જીએસટીની વાત કરી હતી અમે વિરોધ નહોતો કર્યો.
- અમે પણ બજેટ એક ફેબ્રુઆરીએ લઇને આવ્યા, જેથી તેને લાગુ કરવામાં સમય મળી શકે.
- ભાજપ સરકાર સંવેદનશિલ છે.
- કોંગ્રેસને જીએસટી ગબ્બરસિંહ ટેક્સ લાગે છે.