નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ મલ્લિકાર્જુન ખડગેનાં ભારત રત્ન પુરસ્કાર પર સવાલ ઉઠાવ્યા છે. ખડગેએ સિદ્ધગાંવના મહંત શિવકુમાર સ્વામીને ભારત રત્ન નહી આપવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકારે તેમના પ્રત્યે ઓરમાયુ વર્તન કર્યું છે. ખડગેએ પ્રણવ મુખ્જીને ભારત રત્ન આપવાનું સ્વાગત કર્યું છે, પરંતુ બે અન્ય નામ પર તેમણે વિરોધ પણ વ્યક્ત કર્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી એએનઆઇને કોંગ્રેસ નેતાએ કહ્યું કે, હું પ્રણવ મુખર્જીને ભારત રત્ન મળ્યું તેનું સ્વાગત કરૂ છું, પરંતુ શિવકુમાર સ્વામીજીએ શિક્ષણ ક્ષેત્રે ખુબ જ કામ કર્યું, તેમણે અનાથ લોકોનાં શિક્ષણ માટે કામ કરતા પોતાનું જીવન પસાર કર્યું, તેને ભારત રત્નનું સન્માન મળવું જોઇએ. ખડગેએ કહ્યું કે, સરકારે પણ તેમનું કામ જોયું છે, પરંતુ ભાજપ સરકારે પણ તેમને એવોર્ડ નથી આપ્યો. આ ખુબ જ દુખદ છે. તેમણે કહ્યું કે, એક ગાયક અને એક વ્યક્તિને આરએસએસની વિચારધારાનો પ્રચાર કરતો હતો તેને ભારત રત્ન આપવામાં આવ્યું છે, જો તમે તેની તુલના કરો તો શિવકુમાર સ્વામીજીને એવોર્ડ મળવો જોઇતો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 21 જાન્યુઆરીને સિદ્ધગંગા મઠના મહંત શિવકુમાર સ્વામીનું 111 વર્ષની ઉંમરે નિધન થયું હતું. કર્ણાટકમાં તેમને જીવીત દેવતાનાં નામથી ઓળખવામાં આવતા હતા. વડાપ્રધાન મોદીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ખડગેએ કર્ણાટકમાં ચાલી રહેલ રાજનીતિક ઘટનાક્રમ અંગે પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, ભાજપ ઇચ્છે જેટલા પણ પ્રયાસો કરે કર્ણાટકની સરકાર નહી પડે. ખડગેએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર કર્ણાટકમાં ઓપરેશન કમલ ચલાવી રહી છે. આ પહેલા 2008માં યેદિયુરપ્પાજી કરતા હતા હવે તે ફરીથી કરવામાં આવી રહ્યું છે. ખડગેએ કહ્યું કે, આ ભાજપનાં મગજની ઉપજ છે, કોઇને પૈસાની લાલચ અપાઇ રહી છે તો સત્તાનો, કોઇને ધમકી આપવામાં આવી રહી છે.