કોંગ્રેસનાં દિલ્હી પ્રભારી પીસી ચાકો, BJPને હરાવવાની સૌથી સાચી પદ્ધતી AAP ગઠબંધન
લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધનના મુદ્દે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શીલા દીક્ષિત એકલા પડી ગયા છે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધનના મુદ્દે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શીલા દીક્ષિત એકલા પડી ગયા છે કારણ કે મોટા ભાગના વરિષ્ઠ નેતા તાલમેલનાં પક્ષમાં છે. કોંગ્રેસનાં દિલ્હી પ્રભારી પીસી ચાકોએ કહ્યું કે, ભાજપને હરાવવા માટેનો સૌથી યોગ્ય પદ્ધતી આપની સાથે ગઠબંધન છે.
કોંગ્રેસનાં દિલ્હી પ્રભારી પીસી ચાકોએ કહ્યું કે, અનેક નેતા ગઠબંધનનાં પક્ષમાં છે, જો કે આપની સાથે કોઇ પણ પ્રકારનાં તાલમેલ અંગે નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં સ્તર પર થશે. સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાત કરતા ચાકોએ કહ્યું કે, હું પહેલા પણ કહી ચુક્યો છું કે દિલ્હીમાં આપણે ગઠબંધન કરવું જોઇએ. ભાજપને હરાવવાની સચોટ પદ્ધતી આપ સાથે ગઠબંધન છે. તેમણે કહ્યું કે, હું બીજા અનેક લોકો આ વિચાર ધરાવીએ છીએ। પાર્ટી અધ્યક્ષ જ્યારે પણ નિર્ણય લેશે દરેક તેનું પાલન કરશે.
સુત્રો અનુસાર દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઇ હતી. જેમાં શીલા દીક્ષિતે ફરી એકવાર પોતાની વાતને મજબુતી સાથે રજુ કરી કે આપ સાથે ગઠબંધન નહી થાય. બેઠકામાં સમાવિષ્ઠ અનેક નેતાએ જણાવ્યું કે, દિલ્હી કોંગ્રેસના મોટા ભાગના નેતા આપની સાથે ગઠબંધનનાં પક્ષમાં છે. તેમનું માનવું છે કે ગઠબંધન દ્વારા જ દિલ્હીમાં ભાજપને હરાવી શકાય.