કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ રામભક્તોને ગણાવ્યા રાક્ષસ, ભડકેલી BJP એ કહી આ વાત
કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ બાદ હવે રાશિદ અલ્વીએ હિન્દુઓ અને ભગવાન શ્રીરામ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે.
લખનૌ: કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ બાદ હવે રાશિદ અલ્વીએ હિન્દુઓ અને ભગવાન શ્રીરામ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના સંભલમાં કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જય શ્રીરામના નારા લગાવનારાઓને રામાયણ યુગના કાલનેમી રાક્ષસ ગણાવ્યા. રાશિદ અલ્વીએ કહ્યું કે રામરાજ્યનો નારો લગાવનારા મુનિ નહીં પરંતુ રામાયણના કાલનેમિ રાક્ષસ છે. આ સાથે જ તેમણે કહ્યું કે રામરાજ્યનો નારો લગાવનારા સમાજમાં નફરત ફેલાવી રહ્યા છે.
ભાજપનું નામ લીધા વગર સાધ્યું નિશાન
ઉત્તર પ્રદેશના સંભલના એચોડા કમ્બોહમાં ચાલી રહેલા પાંચ દિવસના કલ્કિ મહોત્સવમાં પહોંચેલા કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ ભાજપ પર નિશાન સાધતા આવું અજીબોગરીબ નિવેદન આપ્યું અને જય શ્રીરામનો નારો લગાવનારાની સરખામણી રામાયણના કાલનેમી રાક્ષસ સાથે કરી. તેમણે કહ્યું કે અમે પણ ઈચ્છીએ છીએ કે આ દેશમાં રામરાજ્ય હોવું જોઈએ. પરંતુ જે રાજ્યમાં બકરી અને શેર એક ઘાટ પર પાણીએ પીવે ત્યાં નફરત કઈ રીતે હોય.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube