Bharat Jodo Yatra દરમિયાન પોથરાજૂ કેમ બન્યા રાહુલ ગાંધી? પોતાને માર્યા કોરડા
તેલંગાણામાં પોતાની માર્ચના નવા દિવસે યાત્રા સંગારેડ્ડી જિલ્લામાં પ્રવેશ કરી ગઇ. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી (ટીપીસીસી) ના પ્રમુખ એ. રેવંત રેડ્ડી, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા મલ્લૂ ભટ્ટી વિક્રમાર્ક, સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડી અને ઘણા અન્ય નેતા અને પાર્ટીના ઘણા કાર્યકર્તા યાત્રામાં ભાગ લઇ રહ્યા હતા.
Congress Leader Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરૂવારે તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં ભારત જોડો યાત્રા દરમિયના પોતાને ચાબૂક મારવાની પ્રથામાં ભાગ લીધો અને પોથરાજૂની ભૂમિકા ભજવી. તેલંગાણાના પારંપારિક તહેવાર બોનાલૂમાં પાર્ટીના ધારાસભ્ય જગ્ગા રેડ્ડી સાથે ભાગ લેતાં રાહુલ ગાંધી પોતાને ચાબૂક માર્યા.
પોથરાજૂ તેલંગાણામાં કાઢવામાં આવતી વાર્ષિક બોનાલૂ જુલુસમાં એક પાત્ર છે. તેમણે 'મહાકાલી' દેવીના વિભિન્ના રૂપોની સાત બહેનોનો ભાઇ ગણવામાં આવે છે. જુલુસનું નેતૃત્વ કરતાં પોથરાજૂ એક ચાબુક લઇને ચાલે છે અને ઢોલની થાપના અવાજની સાથે પોતાને ચાબુક વડે કોરડા મારે છે.
પોતાની યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદે સ્થાનિક લોકોની સાથે વાતચીત કરી. સ્થાનિક સાંસ્કૃતિક કલાકારોની સાથે ડાન્સ કર્યો અને બાળકો સાથે રમત પણ રમી. પૂર્વ નૌસેના અધ્યક્ષ એડમિરલ રામદાસ અને તેમની પત્ની અને સામાજિક કાર્યકર્તા લલિતા રામદાસ પણ યાત્રામાં જોડાયા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube