અમદાવાદઃ મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુરત CJM કોર્ટે આપેલી બે વર્ષની સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત થશે અને તેઓ ચૂંટણી પણ લડી શકશે, પરંતુ આ બધામાં મોટો પ્રશ્ન એ છે કે શું રાહુલ ગાંધીને કાયમ માટે રાહત મળી છે. તો જવાબ છે ના, રાહુલ ગાંધીને હમણાં જ મોદી અટક માનહાનિ કેસમાં તાત્કાલિક રાહત મળી છે. આ કેસ સામેની અપીલ હજુ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. રાહુલ ગાંધીએ આ સજાને સુરતની સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી અને તેના પર સ્ટે મૂકવાની માંગ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેશન્સ કોર્ટમાં હજુ પણ ચાલશે કેસ
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ મામલામાં ફરિયાદી ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યુ કે, તે આ નિર્ણયનું સ્વાગત કરે છે, પરંતુ મોદીએ કહ્યુ કે હજુ સેશન કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે. ત્યાં પર તે પોતાનો અને પોતાના સમુદાય તરફથી મજબૂતીથી પક્ષ રાખશે. પૂર્ણશ મોદીના એડવોકેટ હર્ષિત તોલિયાએ પણ સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું સ્વાગત કર્યું, પરંતુ બંનેએ કહ્યું કે, તે આગળની કાયદાકીય લડાઈ હવે સેશન કોર્ટમાં લડાશે. 


આ પણ વાંચોઃ ભરી કોર્ટમાં જજે રાજીનામું આપ્યું; કહ્યું- આત્મસન્માન વિરુદ્ધ કામ નથી કરી શકતો


હવે આગળ શું થઈ શકે?
રાહુલ ગાંધીને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે સુરતની CJM કોર્ટના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે બંને જજોએ એ નથી કહ્યું કે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને સૌથી વધુ સજા કેમ આપવામાં આવી? સર્વોચ્ચ અદાલતની કડક ટિપ્પણીને કોંગ્રેસ પક્ષ દ્વારા મોટી જીત તરીકે બિરદાવવામાં આવી રહી છે, જોકે કાયદાકીય નિષ્ણાતો કહે છે કે રાજકીય વંટોળના કેસમાં હજુ પણ ઘણી શક્યતાઓ છે. પ્રથમ શક્યતા એવી છે કે સુરતની સેશન્સ કોર્ટમાં માનહાનિના કેસ સામેની સુનાવણી શરૂ થશે ત્યારે કોર્ટ નીચલી કોર્ટના નિર્ણયને રદ્દ કરી શકે છે.


બીજી શક્યતા એ છે કે કોર્ટે રાહુલ ગાંધીને કયા આધારે મહત્તમ સજા આપી છે, તે તેને યોગ્ય ઠેરવી શકે છે અને સુનાવણી બાદ તે તેના નિર્ણયમાં કારણો ગણી શકે છે. ત્રીજી શક્યતા એ છે કે આ કેસમાં સેશન્સ કોર્ટમાં રાહુલની સજામાં ઘટાડો થઈ શકે છે. ચોથી અને છેલ્લી શક્યતા એ છે કે જ્યારે સેશન્સ કોર્ટ કેસની સુનાવણી શરૂ કરે અને પછી તેનો નિર્ણય આપે, ત્યારે તે નીચલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવી શકે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીને રાહત ચોક્કસ મળી છે પરંતુ તેઓ મુક્ત થયા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube