લખનૌ: ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો ટિકિટ ફાળવણી માટે સતત ચર્ચા કરી રહ્યા છે આ બાજુ નેતાઓ પણ ટિકિટ મેળવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. આ બધા વચ્ચે પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો. ટિકિટ મેળવવા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવનારા કોંગ્રેસ નેતા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 જાન્યુઆરીએ થયું હતું ફાયરિંગ
3 જાન્યુઆરી 2022ના રોજ કોંગ્રેસના મહિલા નેતા રીટા યાદવ(Rita Yadav) દ્વારા પોલીસને સૂચના મળી કે અજાણ્યા બાઈક સવાર બદમાશોએ તેમના ઉપર ફાયરિંગ કર્યું અને તેમના પગમાં ગોળી વાગી. અફરાતફરીમાં ઘાયલ રીટા યાદવને સુલ્તાનપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 


શું કહે છે 2019નો રેકોર્ડ: જે નેતાએ BJP ને ટાટા બાય બાય કર્યું, તેમની રાજકીય કારકિર્દીનો આવી ગયો અંત


રાજકીય ફાયદા માટે ષડયંત્ર રચ્યું
આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે રીટા યાદવે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનવા અને રાજકીય કદ વધારવા માટે ષડયંત્ર રચ્યું હતું. પોલીસે આ સમગ્ર મામલાનો ખુલાસો કરતા જણાવ્યું કે રીતા યાદવે ધર્મેન્દ્ર યાદવ અને મોહમ્મદ મુસ્તકીમ નામના બે યુવકો સાથે મળીને સમગ્ર ઘટનાનું પ્લાનિંગ કર્યું અને રીટા યાદવે પોતાના પગ પર ફાયરિંગ કરાવ્યું. 


પીએમ મોદીને કાળો ઝંડો દેખાડ્યો હતો
હાલ પોલીસે રીટા યાદવ, ધર્મેન્દ્ર યાદવ અને મોહમ્મદ મુસ્તકીમની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર પણ જપ્ત કર્યા છે. આ એજ રીટા યાદવ છે જેમણે 16 નવેમ્બરના રોજ સુલ્તાનપુર જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કાળો ઝંડો દેખાડ્યો હતો. ત્યારબાદ તેમની ધરપકડ પણ થઈ હતી. 


UP: કોંગ્રેસે 125 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, ઉન્નાવ ગેંગરેપ પીડિતાની માતાને ટિકિટ


UP માં સાત તબક્કામાં થશે વિધાનસભા ચૂંટણી
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં આ વખતે 403 વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં 55 બેઠકો પર, 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર, 23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં 60 બેઠકો પર, 27 ફેબ્રુઆરીના રોજ પાંચમા તબક્કામાં 60 બેઠકો પર, ત્રણ માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર અને સાત માર્ચના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube