લખનઉ: કોંગ્રેસ (Congress) ના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે (Salman Khurshid) મોદી સરકારની આયુષ્યમાન ભારત (Ayushyaman Bharat) યોજનાના ભરપેટ વખાણ કર્યા છે. સલમાન ખુર્શીદે કહ્યું કે આ એક સારી યોજના છે. તેને બધાનો સહયોગ મળવો જોઈએ. ખુર્શીદે લખનઉમાં નાણા આયોગની 15મી બેઠકમાં ભાગ લીધા બાદ આ વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુર્શીદે કહ્યું કે આયુષ્યમાન ભારતને યોગ્ય રીતે લાગુ નથી કરાઈ. તેના માટે જેટલી ફાળવણી કરવામાં આવી હતી તેટલા પૈસા ખર્ચ કરાયા નથી. આ એક સારી યોજના છે અને દરેકે તેના વખાણ કરવા જોઈએ. 


સાવરકરને ભારત રત્ન આપવા અંગેના વિવાદ પર પોતાનો મત રજુ કરતા તેમણે કહ્યું કે અમારી વિચારધારા તેમની સાથે મળતી નથી પરંતુ જે સત્તામાં હોય છે નિર્ણય તે લે છે પરંતુ જો કોઈ એવી વાત હોય જ્યારે રાષ્ટ્રીય સ્તરના કોઈ નિર્ણય લેવાતા હોય ત્યારે તે બધાને સાથે લઈને લેવા વધુ સારું હોય છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...