અમદાવાદ :શિવસેના (ShivSena) હજી પણ સમજી શક્તી નથી કે ધોકો અજીત પવારે ( Ajit Pawar)  આપ્યો કે શરદ પવારે (Sharad Pawar) આપ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ સત્તા બનાવવા માટે જવાબદાર શરદ પવાર અને એનસીપીને ગણાવી રહ્યું છે. એનસીપીના નેતા સંજય નિરૂપમે મીડિયા સાથેની વાતમાં સ્પષ્ટ કહ્યું કે, શિવસેના સાથે જવુ કોંગ્રેસની મોટી ભૂલ હતી. મહારાષ્ટ્રમાં પાર્ટીને નબળી કરવાનો પ્રયાસ થયો છે. કોંગ્રેસના શિવસેનાની સાથે જવુ ન જોઈતુ હતું. 


બગાવતી ભત્રીજો શાણો નીકળ્યો, અજીત પવારે કાકાની જ જૂની દવા તેમને પીવડાવી દીધી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજી ગઈકાલે જ તીન તિકડી, કામ બિગડીનું નિવેદન આપનાર સંજય નિરૂપમે હાલ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને અનાવશ્યક રૂપથી બદનામ કરી દેવાયું છે. સ્તતા સુધી પહોંચવાનો પાછળનો દરવાજો બતાવીને કોંગ્રેસ પાર્ટીને મજબૂર કરાયુ કે તે પોતાની વિચારધારા છોડીને ચાલે બદલે. શિવસેના સાથે કોંગ્રેસે જવુ ન જોઈતુ હતું. આગળ પણ જવુ ન જોઈતુ હતું. પરંતુ હવે આજે પરિસ્થિતિ એ છે કોગ્રેસને એક્સપોઝ કરી દેવાયુ છે. કોંગ્રેસની વિચારધારા પર દાગ લગાવાવનો પ્રયાસ એક મહિનાથી કરાઈ રહ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કિમિટીમાં જે બેસ્યા છે તેઓને મારો સવાલ છે કે, કે શું તમને મહારાષ્ટ્રની રાજનીતિની એટલી સમજ હતી. મલ્લિકાર્જુન ખડકેએ કેમ ન સમજ્યા કે આ પ્રકારની મુવ કોંગ્રેસ માટે ઘાતક બની શકે છે. સૌથી પહેલા સીડબલ્યુસીને બદલવાની જરૂર છે. અને રાહુલ ગાંધીએ પોતાની નારાજગી દૂર કરીને પરત આવવાની જરૂર છે. 


72 કલાકમાં BJPએ ખેલ પાડ્યો, રાત્રે 11થી 4 સુધી નેતાઓની વાતચીત, અને સવારે તખ્તાપલટ


તેમણે શરદ પવાર માટે કહ્યું કે, રાહુલ ગાંધીએ એકવાર કહ્યું હતું કે, પાવર એ પોઈઝન છે, અને પવાર પણ પોઇઝન છે. શિવસેનાના લોકો હિન્દુત્વ વિચારધારા પર કામ કરે છે, તો શું કોગ્રેસ વિચારધારાને આ સ્વીકારવા જઈ રહી હતી. મેં કહ્યું હતું કે, આ ત્રણ પાર્ટીઓના એક થવાથી કોંગ્રેસનું નુકશાન થશે, અને એ થયું છે. જો રાજ્યપાલ પાસે અજિત પવાર ગયા, તો તે લેટર પર સહી તો હશે. શું આ જાણકારી શરદ પવાર પાસે ન હતી. જે દિવસે શરદ પવાર વડાપ્રધાન મોદીને મળ્યા હતા એ જ દિવસે સમજાઈ ગયું હતું, તેમણે કહ્યું કે હું ખેડૂતોના મુદ્દા પર મળ્યો હતો. પણ શું આ મુદ્દા પર મળવા માટે કોઈ અન્ય સાંસદ કેમ ન ગયા. મહારાષ્ટ્રનો જનાદેશ કોંગ્રેસ પાર્ટીને વિપક્ષમાં બેસાડવાનો હતો. આ પાપ શિવસેનાનું હતું, એ પાપનો ભોગ કોંગ્રેસે ભોગવવાનું ન હતું, પણ એ પાપ કોંગ્રેસને લાગ્યું છે.


સંજય રાવતના નિવેદન વિશે સંજય નિરુપણ બોલ્યા કે, લીલાવતી હોસ્પિટલ જઈને તેઓ પોતાના શરીરના બાકીના ઓર્ગન પણ ચેક કરાવી લે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube