Sheikh Hussain Derogatory Remarks: કોંગ્રેસના નેતા શેખ હુસૈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક નિવેદન આપ્યું છે. તેમણે પીએમ મોદીના મૃત્યુની કામના કરી છે. મહારાષ્ટ્રના નાગપુરમાં ઈડીની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન શેખ હુસૈને પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરી. અત્રે જણાવવાનું કે શેખ હુસૈન નાગપુર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપીને શેખ હુસૈને પોતાની મુશ્કેલી વધારી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેખ હુસૈને એક કાર્યક્રમ દરમિયાન આ વિવાદિત નિવેદન આપ્યું. તેમના વિરુદ્ધ ગિટ્ટીખદાન પોલીસ મથકમાં આઈપીસીની કલમ 294 અને 504 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ભાજપની નાગપુર શાખાએ હુસૈન દ્વારા કરાયેલી વાંધાજનક ટિપ્પણી પર આપત્તિ જતાવી અને કહ્યું કે તેઓ પોલીસમાં ફરિયાદ નોંધાવશે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે 'જે કામ કરવાનું છે તેને છોડીને મોદી સરકાર નકામા કામ કરે છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કઈ પણ થયું તો દેશમાં આગ લગાવી દઈશું.' 


કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ અખબાર સંબંધિત કથિત મનો લોન્ડરિંગના કેસમાં સતત ત્રીજીવાર આજે પૂછપરછ થઈ રહી છે. રાહુલ ગાંધી સવારે સાડા અગ્યાર વાગ્યાની આસપાસ દિલ્હી ખાતે ઈડી ઓફિસ પહોંચ્યા. તેમની સાથે બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા. વિરોધ પ્રદર્શનના પગલે ઈડી ઓફિસની બહાર ભારે સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત છે. તથા સીઆરપીસીની કલમ 144 લાગૂ છે. આજે ત્રીજા દિવસ પણ ઈડીની દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. દિલ્હી પોલીસે અનેક લોકોની અટકાયત પણ કરી છે. ઈડીએ કોંગ્રેસ નેતાની મંગળવારે 11 કલાક કરતા પણ વધુ સમય અને સોમવારે 10 કલાક પૂછપરછ કરી હતી. 


150 લોકોની અટકાયત
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સીપી સાગર હુડાએ કહ્યું કે પોલીસે આજે પણ કેટલાક લોકોને અટકમાં લીધા છે. આજના પ્રદર્શન માટે કોંગ્રેસ તરફથી કોઈ મંજૂરી લેવાઈ નહતી. અત્યાર સુધીમાં 150 લોકોની અટકાયત કરાઈ છે. પોલીસ દ્વારા લાઠીચાર્જ થયો હોવાની વાત સાવ ખોટી છે. 


ભાજપનો પ્રહાર
કોંગ્રેસના વિરોધ પ્રદર્શન પર ભાજપે પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસનો અસલ ચહેરો સામે આવ્યો છે. રાહુલ માત્ર એક સાંસદ છે. પ્રદર્શનના નામે હિંસા થઈ રહી છે. પ્રદર્શનમાં આગચંપી કરાઈ. રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ નથી. તેમણે કહ્યું કે હિંસાની આડમાં ભ્રષ્ટાચાર છૂપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube