નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે ભગવતગીતાને લઈને એવું નિવેદન આપ્યું છે જેના પર વિવાદ શરૂ થઈ શકે છે. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ગીતામાં પણ શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો છે. તેમણે કહ્યું કે, તે કહેવામાં આવે છે કે ઇસ્લામ ધર્મમાં જેહાદની ખુબ વાત કરવામાં આવી છે. સંસદમાં આપણે જેહાદને લઈને કામ કરી રહ્યાં નથી પરંતુ વિચારને લઈને કામ કરી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે આગળ કહ્યું, જેહાદની વાત ત્યારે આવે છે જ્યારે બધા મનની અંદર સ્વચ્છ વિચાર થયા બાદ પણ, તે પ્રકારે કામ કરવાનો પ્રયાસ કર્યાં બાદ પણ કોઈ સમજતું નથી ત્યારે કહેવામાં આવે છે કે શક્તિનો ઉપયોગ કરવો છે. તે માત્ર કુરાન શરીફની અંદર નહીં પરંતુ મહાભારતની પણ અંદર, જેનો ભાગ ગીતા છે. તેમાં પણ શ્રીકૃષ્ણ અર્જુનને જેહાદની વાત કરે છે. આ વાત માત્ર કુરાન શરીફ કે ગીતામાં છે તેવું નથી. પરંતુ ક્રિશ્ચિયને પણ લખી છે. 


તેમણે આગળ કહ્યું- જો બધુ સમજાવ્યા બાદ પણ તે સમજી રહ્યાં નથી અને હથિયાર લઈને આવી રહ્યાં છે તો તમે ભાગીને ન થઈ શકો. તમે તેને જેહાદ પણ ન કહી શકો અને તેને ખોટી વાત પણ ન કહી શકો. આ તો થવાનું હતું. હથિયાર લઈને સમજાવવાની વાત ન થવી જોઈએ. 


Omicron XBB: ભારતમાં વધી રહ્યાં છે ઓમિક્રોન XBB ના કેસ, જાણો તેના લક્ષણો


પાટિલના નિવેદન પર ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું- ગોપાલ ઇટાલિયા અને રાજેન્દ્ર પાલ બાદ કોંગ્રેસના શિવરાજ પાટિલ પણ વોટબેંકની રાજનીતિ માટે હિન્દુઓ પ્રત્યે નફરત કરી રહ્યાં છે અને જણાવી રહ્યાં છે કે શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો હતો. કોંગ્રેસ હિન્દુને ભગવા આતંકવાદ સથે જોડે છે, રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube