નવી દિલ્હીઃ કિસાન આંદોલન વચ્ચે હરિયાણા કોંગ્રેસ (Congress) ના નેતા વિદ્યા રાની (Vidhya Rani) નો એક વીડિયો સોશિયલ મીડિયા  (Social Media)  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પાર્ટીના કાર્યકર્તાઓને દારૂ દાન કરી કિસાન આંદોલન (Farmers Protest) ને આક્રમક બનાવવાની અપીલ કરી રહી છે. હવે ટ્વિટર યૂઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના મહિલા નેતાનું વિચિત્ર નિવેદન
ચૂંટણીમાં કોંગ્રેસની હારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આ વખતે આપણે હાર્યા તો અસ્તિત્વ ખતમ થઈ જશે. આ આંદોલન જે આપણે મળ્યું છે ને, તે 26 જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગયું હતું. પરંતુ કિસાનોના ઇરાદા મજબૂત હતા અને તે ફરી ઉભુ થયું છે. આ આંદોલનને હવે આપણે ચલાવવાનું છે. આપણા બધા કાર્યકર્તાઓએ તે માટે આગળ આવવું જોઈએ અને જે દાન કરી શકીએ તે કરવું જોઈએ. શાકભાજી, પૈસા અને દારૂથી લઈને તમે જે કરી શકો, તે કરવું જોઈએ. 


Rakesh Tikait) એ કહ્યુ, અહીં દારૂનો શું ઉપયોગ છે? મને નથી ખબર કે તે આવુ કેમ કહી રહ્યાં છે. આવા લોકોને આંદોલન સાથે કોઈ લેવાદેવા નથી. આ ખોટુ છે અને તે ન થવું જોઈએ. તો એક ટ્વિટર યૂઝરે તેમના પર કટાક્ષ કરતા કહ્યુ, 'કિસાન આંદોલન કરી રહ્યા છે કે પછી પાર્ટી, જેમાં દારૂના દાનની પણ જરૂરી છે?'


આ પણ વાંચોઃ Toolkit Case : ટૂલકિટ કેસમાં આરોપી શાંતનુએ બોમ્બે HCની ઔરંગાબાદ બેંચમાં માંગ્યા આગોતરા જામીન  


82 દિવસથી ચાલી રહ્યું છે આંદોલન
મહત્વનું છે કે નવા કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 82 દિવસથી હજારોની સંખ્યામાં કિસાન દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યાં છે. કિસાન સતત કાયદો રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે, જ્યારે કેન્દ્ર સરકાર તેમાં સંશોધન કરી યથાવત રાખવા ઈચ્છે છે. આંદોલનને કારણે અનેક રસ્તાઓ બંધ છે અને સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે. પરંતુ કિસાનોનું વલણ આક્રમક છે. તે કોઈપણ કિંમતે કાયદો રદ્દ કરાવવા ઈચ્છે છે. કિસાનોએ કાયદો રદ્દ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની વાત કહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube