નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પોતાના પૂર્વ સહયોગી અને ભાજપ નેતા ખુશબુ સુંદરની પ્રશંસા કરી છે. મામલો બિલકિસ બાનો ગેંગરેપના દોષીતોને છોડવા સાથે જોડાયેલો છે. હકીકતમાં ખુશબુ સુંદરે આ મામલામાં ન્યાયની માંગ કરતા ટ્વીટ કર્યુ હતું અને દોષીતોને છોડવાને માનવ જાતિ અને નારીત્વનું અપમાન ગણાવ્યું હતું. થરૂરે પ્રશંસા કરતા કહ્યું કે તેમને ગર્વ છે કે ભાજપ નેતા દક્ષિણપંથીની જગ્યાએ સાચી વાત સાથે ઉભા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં વર્ષ 2022ના ગુજરાત તોફાનો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા બધા 11 આરોપીઓને આ મહિનાની શરૂઆતમાં ગુજરાત સરકારે છોડી દીધા હતા. વિપક્ષી દળો દ્વારા ખાસ કરીને કોંગ્રેસે આ મુદ્દાને ઉઠાવ્યો અને ભાજપ સરકારની ટીકા કરી હતી. ગુજરાત સરકારના આ પગલાની ટીકા કરતા ભાજપ નેતા ખુશબુ સુંદરે કહ્યું કે આવી ઘટનાઓ માનવ જાતિ અને નારીત્વનું અપમાન છે. 


માંડ-માંડ ચાલી રહી છે સોનાલી ફોગાટ, મોત પહેલાના CCTV ફુટેજ આવ્યા સામે


ઉલ્લેખનીય છે કે ખુશબુ સુંદરે ટ્વીટ કર્યું હતું, એક મહિલા જેની સાથે બળાત્કાર, મારપીટ, ક્રૂરતા કરવામાં આવે છે અને તેમની આત્માને જીવનભર માટે જખમી કરવામાં આવે છે તેને ન્યાય મળવો જોઈએ. કોઈપણ પુરુષ જે તેમાં સામેલ છે તેને મુક્ત ન કરવા જોઈએ. જો તે થાય તો માનવ જાતિ અને નારીત્વનું અપમાન છે. બિલકિસ બાનો કે કોઈપણ મહિલાએ રાજનીતિ અને વિચારધારાથી ઉપર સમર્થનની જરૂર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube