નવી દિલ્હી : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા તથા પુર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદ્દીન સૌઝનાં પુસ્તક પર મચેલા હોબાળા બાદ કોંગ્રેસ પોતાના બચાવની રણનીતિમાં જોડાઇ ચુકી છે. સોજે પોતાનાં પુસ્તકમાં કાશ્મીરમાં અલગતાવાદીઓનાં પક્ષનું સમર્થન કરવાની સાથે સાથે પાકિસ્તાનનાં પરવેઝ મુશર્રફનાં ખુબ જ વખાણ કર્યા છે. સોજે પોતાનાં પુસ્તકમાં લખ્યું કે પાકિસ્તાનનાં પુર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફેસાચુ કહ્યું હતું કે, કાશ્મીરનાં લોકો આઝાદીને મહત્વ આપશે. તેમનાં આ નિવેદન બાદ ભારતની રાજનીતિમાં ભારે હોબાળો થયો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે પોતે કોંગ્રેસે પણ તેનાં આ નિવેદન સાથે છેડો ફાડી લીધો છે અને આ પુસ્તકની પબ્લિસિટીનો હથકંડો હોવાનું જણાવ્યું છે. આ અંગે જમ્મુ કાશ્મીર કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ આ પુસ્તકનાં અભ્યાસ માટે એક ટીમની રચના કરવાની જાહેરાત કરી છે. રાજ્યપાર્ટીનાં અધ્યક્ષ જી.એ મીરે કહ્યું કે, અમે અધિકારીક સ્વરૂપે એક ટીમની રચના કરી રહ્યા છે. જે આ વાતનો અભ્યાસ કરશે કે સોજનાં પુસ્તકમાં વાસ્તવમાં એવું કંઇ લખવામાં આવ્યું છે જેના પર આટલો વિરોધ ઉઠી રહ્યો છે. આ સમગ્ર પુસ્તકનો અભ્યાસ કરવામાં આવ્યા બાદ ટીમ વિવાદિત મુદ્દાઓને હાઇલાઇટ કરીને તેમનાં પર સોજ વાત કરશે કે તે પોતાના વિચાર છે કે પાર્ટીનાં વિચાર.

મીરે કહ્યું કે, સોજ પહેલા જ કહી ચુક્યા છે કે આ પુસ્તકમાં તેમણે ભારતની આઝાદીથી પહેલાનાં કાશ્મીરની પરિસ્થિતીની વ્યાખ્યા કરી છે. આઝાદ ભારતનાં કાશ્મીર સાથે તેમને કોઇ લેવાદેવા નથી. મીરે કહ્યું કે, સોઝે લખ્યું છે કે તેઓ આજનાં ભારતમાં શક્ય નથી. તે ઉપરાંત મીરે ગુલામ નબી આઝાદનાં તે નિવેદનની ભલામણ પણ કરી કે જેમાં તેમણે કહ્યું હતું કે, સેના દ્વારા ચલાવાઇ રહેલા અભિયાનમાં આતંકવાદીઓ કરતા વધારે સામાન્ય નાગરિકોનાં મોત થઇ રહ્યા છે. મીરે કહ્યું કે, આઝાદ એક રાષ્ટ્રવાદી નેતા છે અને તેનાં માટે તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ કે અન્ય કોઇ પણ નેતાના સર્ટિફિકેટની જરૂર નથી.