કર્ણાટકમાં પોતાની જ ફંદામા ફસાયું કોંગ્રેસ: હવે લાવશે JDS પર દબાણ
રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ - ડિઝલનાં ભાવ વધારા મુદ્દે NDA સરકારની ઝાટકણી કાઢી રહેલી કોંગ્રેસની ગઠબંધન સરકારે ભાવ વધારી દીધો
બેગ્લોર : કર્ણાટકમાં કુમાર સ્વામી સરકારનું પહેલુ બજેટ તેલની વધેલી કિંમતો મુદ્દે ન માત્ર સામન્ય માણસ નારાજ છે પરંતુ ગઠબંધનમાં રહેલી કોંગ્રેસ સરકારને પણ આ નિર્ણય મંજુરી નથી. એવો અંદાજ લગાવાઇ રહ્યો છે કે, આગામી બજેટ એપ્રુવલ માટે મુકશે તો કોંગ્રેસ તેલની વધેલી કિંમતોને પાછો લેવાની માંગ કરશે. પોતાના બજેટીય ભાષણમાં કુમાર સ્વામીએ પેટ્રોલ અને ડિઝલ પર સ્ટેટ ટેક્સ 2 ટકા સુધી વધારવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. એવું કરીને તેઓ કર્ણાટક સરકાર 34000 કરોડ રૂપિયાની ખેડૂત લોન માફી માટેના મહત્વકાંક્ષી ફંડનો જુગાડ કરવા માંગે છે.
આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે કોંગ્રેસ અન્ય ક્ષેત્રીય દળ તેલની વધતી કિંમતોના મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. કોંગ્રેસને ચિંતા છે કે કુમાર સ્વામી સરકારનો આ નિર્ણય તેના માટે કેમ્પેઇનને પાટા પરથી ઉતારી શકે છે. સાથે જ તેના પર ભાજપને પણ વળતો હૂમલો કરવાની તક મળી રહી છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, કુમાર સ્વામીનો આ નિર્ણય પાર્ટીના મજબુત રાજનીતિક હથિયારને નબળુ પાડી શકે છે. તેમણે કહ્યું કે, પાર્ટી કુમાર સ્વામીઆ નિર્ણયને પરત લેવા માટે દબાણ લાવશે. કોંગ્રેસીી નેતાએ સવાલ ઉઠાવ્યો કે, જ્યારે લોકસભા ચૂંટણી નજીક છે તો એક પાર્ટી આવા ખોટા નિર્ણયોને કઇ રીતે સહી રહી છે.
કર્ણાટક સરકારનાં આ નિર્ણય બાદ ભાજપ દ્વારા સતત કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરાઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો પાર્ટી પર નિશાન સાધતા તેલની કિંમતો મુદ્દે મોદી સરકારનાં તેનાં વિરોધ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસનાં ઘણા નેતાઓએ દાવો કર્યો કે કુમાર સ્વામીએ કોઓર્ડિનેશન કમિટીની બેઠકમાં તેલની કિંમત વધારવા મુદ્દે કોઇ ચર્ચા કરી નહોતી.
પ્રીબજેટ સેશનની ગુપ્ત બેઠકમાં જેડીએસનાં વરિષ્ઠ નેતાઓએ પણ તે વાતની પૃષ્ટી કરી કે કોઓર્ડિનેશન કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચાનહોતી થઇ. જેડીએસ નેતાએ જણાવ્યું કે, કોઓર્ડિનેશન કમિટીને લોન માફી સ્કીમને એપ્રુવ કરતા મુખ્યમંત્રીએ તેને કોઇ પણ પ્રકારે વ્યાવહારીક બનાવવા માટેનાં સંકેત આપ્યા હતા.