અખિલેશની નારાજગીની થઇ અસર, બદાયૂં બેઠકથી ઉમેદવારનું નામ પરત લેશે કોંગ્રેસ!
કોંગ્રેસ એસપી-બીએસપીના પારિવારિક બેઠક પર ઉમેદવાર ઉતારશે નહીં. અખિલેશ યાદવની નારાજગીની અસર કંઇક એવી થઇ કે કોંગ્રેસ હવે બદાયૂં બેઠક પરથી ઉમેદવાર પરત લેવાનો વિચાર કરી રહી છે.
નવી દિલ્હી/ લખનઉ: સપા અધ્યક્ષ અખિલેશ યાદવની નારાજગીની અસર થઇ ગઇ છે. મળતી જાણકારી અનુસાર, હવે કોંગ્રેસ એસપી-બીએસપીના પારિવારિક બેઠક પર ઉમેદવાર ઉતારશે નહીં. અખિલેશ યાદવની નારાજગીની અસર કંઇક એવી થઇ કે કોંગ્રેસ હવે બદાયૂં બેઠક પરથી ઉમેદવાર પરત લેવાનો વિચાર કરી રહી છે.
વધુમાં વાંચો: રાહુલ તેટલું જ બોલે છે કે જેટલું તેને શીખવાડવામાં આવ્યું હોય છે: યોગી આદિત્યનાથ
ખરેખરમાં, બદાયૂં બેઠક યાદવ પરિવારની પારંપરિક બેઠક છે. ધર્મેન્દ્ર યાદવ બદાયૂંથી સાંસદ છે. વર્ષ 2014માં સમાજવાદી પાર્ટીએ જે પાંચ બેઠક જીતી હતી. તેમાં ધર્મેન્દ્ર યાદવની બદાયૂં બેઠક પણ હતી. અખિલેશ યાદવે 2019ના ચૂંટણી દંગલમાં ફરી ધર્મેન્દ્ર યાદવને બદાયૂંથી ઉમેદવાર જાહેર કર્યા છે. પરંતુ કોંગ્રેસ બદાયૂંથી તેમના ઉમેદવારની જાહેરાત કરી છે. કોંગ્રેસના બદાયૂંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા સલીમ શેરવાનીને ઉમેદવાર બનાવ્યા છે.