મુંબઈઃ કોંગ્રેસના ધારાસભ્ય નીતિશ રાણે અને તેના 18 ટેકેદારોને મહારાષ્ટ્રની સિંધુદૂર્ગ જિલ્લાની કંકાવલી કોર્ટ દ્વારા મંગલવારે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે. નીતિશ રાણે અને તેના ટેકાદારોને શુક્રવારે પીડબલ્યુડી એન્જિનયરના અપમાન અને તેના પર કીચડ નાખવાના આરોપસર 9 જુલાઈ (મંગળવાર) સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. મંગળવારે પોલીસ કસ્ટડી પુરી થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. હવે કોર્ટે જ્યારે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે ત્યારે નીતિશ રાણે અને તેમના ટેકેદારો જામીન માટે અરજી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના ગુરૂવારે ઘટી હતી જ્યારે નીતિશ રાણે તેમના કેટલાક ટેકેદારો સાથે કંકાવલી ખાતે નિર્માણાધીન હાઈવેનું નીરિક્ષણ કરવા માટે આવ્યા હતા. તેમણે પીડબલ્યુડી વિભાગના એન્જિનિયર પ્રકાશ ખાડેકરને પણ આ સ્થળે બોલાવ્યા હતા. હાઈવે પર પડી ગયેલા ખાડાને લઈને તેમણે એન્જિનિયરને ખખડાવ્યો હતો.


કર્ણાટકઃ સ્પીકરે કહ્યું - કોઈ પણ બળવાખોર ધારાસભ્ય મને મળ્યો નથી, 8ના રાજીનામા ગેરકાયદે  


આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો, જે વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોમાં રાણેના ટેકેદારો એન્જિનિયર ખાડેકર પર કીચડ ભરેલી ડોલ નાખી રહ્યા હતા અને તેમને ધક્કા રીને પૂલની રેલિંગ સુધી લઈ ગયા હતા. એન્જિનિયરે ત્યાર પછી સરકારી કર્મચારીના અપમાન અંગે ધારા-353 અંતર્ગત રાણે અને તેના ટેકેદારો સામે ફરિયાદ નોંધાવી હતી. 


પત્ની સાથેની અંગત પળો સ્માર્ટ ટીવીને કારણે પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ, જાણો સુરતનો ચોંકાવનારો કિસ્સો


નીતિશ રાણેએ પોતે કરેલા કામને યોગ્ય જણાવ્યું હતું અને સાથે જ કહ્યું હતું કે, "હવે હું હાઈવે પર ચાલી રહેલા આ રિપેરિંગ કામને જોવા માટે હાથમાં લાકડી લઈને આવીશ. હું દરરોજ સવારે 7 વાગે અહીં આવી પહોંચીશ. જોઉં છું સરકારી સિસ્ટમ અમારી સામે કેવી રીતે વર્તન કરે છે. સરકારના ઘમંડને તોડી પાડવાની અમારી પાસે દવા છે."


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....