બેલગામ: કોંગ્રેસ વિધાયક અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમેશકુમારે મહિલાઓ પર આપેલા શરમજનક નિવેદન બદલ માફી માંગી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે વિધાનસભામાં રેપ અંગે મે જે ટિપ્પણી કરી હતી તે બદલ હું ઈમાનદારીપૂર્વક માફી માંગુ છું. મારો ઈરાદો ખોટો નહતો. હવેથી હું મારા શબ્દોની પસંદગીમાં ધ્યાન રાખીશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરોધનો વંટોળ થતા આખરે માફી માંગવી પડી
આ નિવેદન બદલ ચારે બાજુ ખુબ ટીકાઓ થતા આખરે કોંગ્રેસ વિધાયકે માફી માંગી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આજની સભામાં બળાત્કાર અંગે મારા દ્વારા કરાયેલી તટસ્થ અને બેદરકારીવાળી ટિપ્પણી બદલ હું બધાને ઈમાનદારીપૂર્વક ક્ષમા માંગુ છું. મારો ઈરાદો ખોટો નહતો કે જઘન્ય અપરાધ અંગે નહતો. હું હવેથી મારા શબ્દોને ધ્યાનથી પસંદ કરીશ. 


આ શું બોલી ગયા કોંગ્રેસના નેતા? 'બળાત્કાર રોકવા જો અશક્ય હોય તો તેનો આનંદ લઈ લો'


Girls Boys Funny Video: હોસ્ટેલમાં છોકરા-છોકરીઓની મસ્તીનો વાયરલ થયો Video, જુઓ ફ્રી ટાઈમમાં શું કરે છે


શું કહ્યું હતું કોંગ્રેસ વિધાયકે?
કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશકુમાર એકવાર ફરીથી વિવાદોમાં ઘેરાયા. તેમણે કર્ણાટક વિધાનસભામાં રેપ પર ભદ્દી ટિપ્પણી કરી હતી. વિધાનસભામાં અધ્યક્ષને સંબોધન કરતા રમેશકુમારે કહ્યું કે રેપ જો રોકવા અશક્ય હોય તો સૂઈ જાઓ અને તેનો આનંદ લો. અહીં નોંધનીય વાત એ છે કે કોંગ્રેસના નેતાની આ ટિપ્પણી પર કોઈએ આપત્તિ ન નોંધાવી ઉલ્ટા તેમના નિવેદનને મજાકમાં લઈ હાસ્ય રેલાયું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube