નવી દિલ્હી : કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર)- કોંગ્રેસ ગઠબંધન સરકાર શપથ લઇ ચુકી છે. તમામ અડચણો બાદ કેબિનેટનો વિસ્તાર પણ થઇ ચુક્યો છે. જો કે આ વિસ્તાર સાથે જ વિવાદોનો પણ વિસ્તાર થવા લાગ્યો છે. ખાસ કરીને કોંગ્રેસમાં મંત્રીપદ મુદ્દે હોડ ચાલી રહી છે. ઘણા મંત્રી પોર્ટફોલિયોનાં કારણે ગુસ્સામાં છે. કેટલાકને મંત્રીપદ જ નહી મળવાનાં કારણે નારાજ છે. હાલ સમાચાર આવ્યા હતા કે પુર્વ મંત્રી એચએમ રેવન્નાએ તો પાર્ટી છોડવા માટેની પણ તૈયારી કરી લીધી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે શનિવારે કોંગ્રેસનાં એક અન્ય ધારાસભ્યએ પાર્ટીમાંથી મંત્રીપદની માંગ કરી નાખી. કોંગ્રેસ ધારાસભ્ય રામલિંગા રેડ્ડીનાં સમર્થને પોતાનાં ધારાસભ્યને મંત્રીપદ આપવા માટે ધરણા પ્રદર્શન ચાલુ કરી દીધું છે. ધારાસભ્યનાં સમર્થકન બેંગ્લુરૂના ટાઉન હોલ સામે પોતાના ધારાસભ્યો માટે મંત્રીપદની માંગ કરી રહ્યા છે. 

બુધવારે કર્ણાટકમાં મંત્રી મંડળનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. તેમાં 25 ધારાસભ્યોને કેબિનેટ મંત્રી સ્વરૂપે સમાવેશ કરવામાં આવ્યો. તેમાં બંન્ને સહોગી દળોએ 23 ધારાસભ્યોને, બહુજન સમાજપાર્ટી (બસપા)નાં એક તથા એક અન્ય વિપક્ષી ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રી બનનારા બંન્ને સહયોગી દળોએ 23 ધારાસભ્યોમાં કોંગ્રેસનાં 14 તથા જદ(એસ)નાં નવ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. 

આ સાથે જ કોંગ્રેસમાં મંત્રી પદ માટે હુંસાતુસી વધી ગઇ છે. આ મુદ્દે સંસદમાં વિપક્ષનાં નેતા અને કર્ણાટક કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીનો બચાવ કર્યો હતો ખડગેએ કહ્યું કે, સંવિધાન અને લોકશાહી બચાવવા માટે ક્યારેક ક્યારે બલિદાન આપવા પડે છે. અમારી સાથે કેટલાક અસંતુષ્ટો છે. હાઇ કમાન્ડ અથવા તેના પ્રતિનિધિ તેમને ટુંકમાં જ આ અંગે વાત કરશે. ખડગેએ કહ્યું કે, જે સભ્યોએ હોમ મિનિસ્ટ્રી નહી મળવાનાં કારણે નારાજગી વ્યક્ત કરી હતી, તેમને પણ કહી દીધું કે તેઓ પાર્ટી પ્રત્યે વફાદાર રહે અને તેમની પાર્ટી છોડવાનો કોઇ જ મુડ નથી. જો કે તેમણે તે પણ જરૂર કહ્યું કે, તેમની સાથે અન્યાય થયો છે અને તેને યોગ્ય કરવામાં આવવું જોઇએ.