2014માં અદાણી 609માં અમીર હતા, પછી જાદૂ થયો અને બીજા નંબર પહોંચી ગયાઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું, `અડાની વિશ્વના સર્વશ્રેષ્ઠ સમૃદ્ધ લોકોની યાદીમાં વર્ષ 2014માં 609 નંબર પર, ફરી જાદુ થયો અને બીજા નંબર પર પહોંચ્યા. યાત્રા દરમિયાન લોકોએ પૂછ્યું કે તમે સફળ કેવી રીતે થયા અને દેશના પીએમ નરેન્દ્ર મોદી સાથે તેનો શું સંબંધ છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભામાં કહ્યું કે, ભારત જોડો યાત્રામાં તમિલનાડુથી લઈને કેરલ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ.... બધી જગ્યાએ એક નામ સાંભળવા મળ્યું અદાણી. દુનિયાના સૌથી ધનવાનોના લિસ્ટમાં 2014માં અદાણી 609માં સ્થાને હતા, સૌથી પાછળ. જાદૂ થયો તો બીજા નંબર પર પહોંચી ગયા. હિમાચલમાં સફરજનની વાત થાય તો અદાણી, કાશ્મીરમાં સફરજન તો અદાણી, પોર્ટ અને એરપોર્ટ દરેક જગ્યાએ અદાણી, રસ્તા પર ચાલી રહ્યાં છો તો અદાણી.
લોકોએ પૂછ્યું કે અદાણીને સફળતા કેમ મળી. સૌથી જરૂરી સવાલ હતો તેનો હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી સાથે શું સંબંધ છે અને કેવો સંબંધ છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદોએ લોકસભામાં મોદી હૈ તો મુમકિન હૈના નારા લગાવ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube