નવી દિલ્હી: કોંગ્રેસ હાથરસ કેસને સરળતાથી છોડવાના મૂડમાં નથી. કેરલન વાયનાડથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે ફરી હાથરસ જવાનો પ્રયત્ન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી પોતાના લાવ લશ્કર અને મીડિયાકર્મીઓ સાથે બપોરે દોઢ વાગે ડીએનડી પર પહોંચશે. ત્યાંથી તે હાથરસ જઇને ગેંગરેપ અને હત્યાનો શિકાર થયેલી છોકરીના પરિવારજનોની મુલાકાત કરશે. તેમના આગમનની સૂચના મળતાં જ નોઈડા પોલીસતંત્ર એલર્ટ થઇ ગયું છે અને ડીએનડી પર તેમને રોકવા માટે પોલીસ ફોર્સ ગોઠવી દેવામાં આવી છે. 


તમને જણાવી દઇએ કે રાહુલ ગાંધી 1 ઓક્ટોબરના રોજ પણ પોતાની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે હાથરસ જવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે નોઇડા પોલીસએ તેમને ડીએનડી પર પ્રતિબંધ લગાવ્યો હતો. લગભગ અડધા કલાકના હોબાળા બાદ તે બંનેની ધરપકડ કરી પોલીસ ગ્રેટર નોઇડનાના બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિંટ પહોંચી હતી. જ્યાં તેમને થોડીવાર રાખ્યા બાદ છોડી મુકવામાં આવ્યા હતા. ત્યાંથી બંને ભાઇ બહેન દિલ્હી પરત ફર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube