અમિત શાહને લઈને લોકસભામાં હંગામો, કોંગ્રેસ સાંસદ રામ્યાએ ભાજપના સાંસદ જસકૌર મીણા પર લગાવ્યો મારપીટનો આરોપ
લોકસભામાં વિપક્ષના સભ્યોએ દિલ્હીમાં થયેલી હિંસાના મુદ્દા પર ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માગ કરતા હંગામો કર્યો અને આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માગને લઈને સોમવારે લોકસભામાં હંગામો થયો હતો. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રામ્યા હરિદાસે ભાજપના સાંસદ જસકૌર મીણા પર મારપીટનો આરોપ લગાવ્યો છે. તેમણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને ફરિયાદ કરી કાર્યવાહીની માગ કરી છે. તેમણે પૂછ્યું કે શું દલિત મહિલા હોવાને કારણે તેમની સાથે વારંવાર આમ થાય છે? બીજીતરફ મીણાએ આરોપોનું ખંડન કરતા કહ્યું કે, તે પણ દલિત મહિલા છે.
બિરલાની સામે કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં રામ્યાએ કહ્યું, 'બે માર્ચે બપોરે 3 કલાકે લોકસભામાં ભાજપના સભ્ય જસકૌર મીણાએ મારી સાથે મારપીટ કરી છે.' તેમણે સવાલ કર્યો, 'શું મારી સાથે આવું વારંવાર તે માટે થાય છે કારણ કે હું એક દલિત અને મહિલા છું?' રામ્યાએ કહ્યું કે, ભાજપના સાંસદ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...