કોંગ્રેસનું લક્ષ્ય, રાહુલ ગાંધીની ભૂમિકા અને ભાજપનો પડકાર... કોંગ્રેસના નવા અધ્યક્ષ સામે છે આ પડકાર
Congress President Mallikarjun Kharge: કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી ગયા છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની કમાન હવે 80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગેના હાથમાં છે. પરંતુ તેમની સામે અનેક પડકારો પણ છે.
નવી દિલ્હીઃ Congress President Mallikarjun Kharge: આશરે બે દાયકા કરતા વધુ સમય બાદ કોંગ્રેસને ગાંધી પરિવારની બહાર કોઈ અધ્યક્ષ મળ્યા છે. મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. ખડગે વિરુદ્ધ શશિ થરૂરે ચૂંટણી લડી, જેને માત્ર 1072 મત મળ્યા છે. જ્યારે ખડગેને 7897 મત મળ્યા છે. ખાસ વાત છે કે કોંગ્રેસના 138 વર્ષના ઈતિહાસમાં ત્રીજીવાર કોઈ દલિત નેતા અધ્યક્ષ બન્યા છે. તો ખડગેના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
ખડગે નક્કી કરશે ભૂમિકા- રાહુલ ગાંધી
મલ્લિકાર્જુન ખડગેની જીત બાદ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા વચ્ચે એક પત્રકાર પરિષદ કરી. આ દરમિયાન રાહુલને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે ખડગેની જીત બાદ તેમની પાર્ટીમાં શું ભૂમિકા હશે? તેના પર રાહુલે જવાબ આપતા કહ્યું કે હવે ખડગે જી નક્કી કરશે કે પાર્ટીમાં તેમની શું ભૂમિકા હશે. કોંગ્રેસ અને ખુદ રાહુલ ગાંધીના ભવિષ્યને લઈને આ નિવેદન ખુબ મોટુ લાગી રહ્યું છે.
રાહુલ ગાંધીનું તેમ કહેવું કે ખડગે તેમની ભૂમિકા નક્કી કરશે તે મોટી વાત છે. ભલે તેમણે પોતાના આ નિવેદનથી તે સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે રિમોટ કંટ્રોલ અધ્યક્ષના હાથમાં રહેશે, પરંતુ તેને બીજી રીતે જોવામાં આવો તો શું ખરેખર રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યને લઈને આપવામાં આવેલું નિવેદન મહત્વનું છે.
આ પણ વાંચોઃ ઘડિયાળની ટિક-ટિકમાં છુપાયેલું છે તમારી સમૃદ્ધિનું રહસ્ય, મળે છે સારા નરસા સંકેત
શું રાહુલને મળશે નવી પિચ?
હવે મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી માટે પણ આગળનો રસ્તો સરલ થઈ જશે. માનવામાં આવી રહ્યું છે કે રાહુલને તેનાથી નવી પિચ મળવામાં સરળતા થશે. જેના પર તે ખુલીને બેટિંગ કરી શકે છે. કારણ કે ખગડે ગાંધી પરિવારની નજીક છે, તેવામાં પાર્ટીને એક કરવા સિવાય તેમની તે જવાબદારી હશે કે તે રાહુલ ગાંધીનું કદ પાર્ટીમાં મોટું કરતા રહે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાથી પોતાનું કદ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેવામાં આવનારા સમમાં ખડગે તેમને સાથ આપી શકે છે.
2024માં મોદીનો પડકાર
હવે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર આવનારા 2024માં પીએમ મોદી વિરુદ્ધ રણનીતિ બનાવવાનો છે. 2014 અને 2019માં ભાજપે પીએમ મોદીના નેતૃત્વમાં કોંગ્રેસને ધરાશાયી કરી હતી. હવે 2024માં કોંગ્રેસ સામે તેનું પ્રદર્શન સુધારવાનો પડકાર છે. તેવામાં રાહુલ ગાંધી પાસે તક છે કે હવે તે પોતાનું ફોકસ તેના પર રાખે. કારણ કે પાર્ટીનું કામકાજ હવે ખડગે સંભાળવાના છે, તો રાહુલ 2024 પર ધ્યાન આપશે. આ કાણ છે કે હાલ પાર્ટીમાં રાહુલની કોઈ ભૂમિકા નક્કી થઈ નથી. બની શકે કે કોંગ્રેસ 2024ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે રજૂ કરે.
કુલ મળીને 80 વર્ષના મલ્લિકાર્જુન ખડગેના ખભા પર ખુબ મોટી જવાબદારી છે. હવે તે જોવાનું રહેશે કે પાર્ટીના દરેક નેતાઓને સાથે લઈને ખડગે પીએમ મોદી અને ભાજપ સામે કેટલો પડકાર ઉભો કરી શકશે. તેમની સામે ખુબ મોટો પડકાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube