જયપુર : પ્રદેશ વિધાનસભા ચૂંટણી મુદ્દે હલચલ ઝડપી થઇ ચુકી છે. કોંગ્રેસે પણ આ ચૂંટણી મુદ્દે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આ અંગે રાહુલે શનિવારે અશોક ગહલોતની હાજરીમાં પ્રદેસ અધ્યક્ષ સચિન પાયલોટ સાથે બેસીને ચૂંટણીની રનીતિ પર ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી સાથે ચર્ચા બાદ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટે તે સ્પષ્ટ જણાવ્યું કે રાજ્યમાંકોંગ્રેસ કોઇ પણ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે. તેમનો ઇશારો બસપા તરફ હતો. સચિન પાયલોટે કહ્યું કે, અમારી પાર્ટી રાજસ્થાનમાં તમામ વિધાનસભા સીટો પર ભાજપને પરાજીત કરવા માટે સક્ષમ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદેશમાં બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન મુદ્દે સચિન પાયલોટે રાજ્યમાં કોઇ અન્ય પાર્ટી સાથે ગઠબંધન અથવા સીટોની વહેંચણી મુદ્દે તમામ સંભાવનાઓને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, અમે ગઠબંધન મુદ્દે કોઇ પણ પાર્ટી વિશેષ સાથે વાત નથી કરી રહ્યા. સચીન પાયલોટે તેમ પણ જણાવ્યું કે, રાહુલ ગાંધી સાથે યોજાયેલી બેઠકમાં અમે તેમને તમામ પરિસ્થિતીઓ અંગે માહિતી આપી છે, જેના હેઠળ ચૂંટણી યોજાવા જઇ રહી છે. 

સમાચારો અનુસાર કોંગ્રેસ પાર્ટી વર્ષાંતે યોજાનાર ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે રાજનીતિક સમીકરણો રચવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ ત્રણેય રાજ્યોમાં સત્તા મેળવવા માટે દરેક શક્ય પ્રાયસો કરશે. કોંગ્રેસ માટે આ વિધાનસભા ચૂંટણી 2019 લોકસભા ચૂંટણી પહેલાની સેમીફાઇનલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધ વિપક્ષનું  મહાગઠબંધન બનાવવાનાં કોંગ્રેસના પ્રયાસોને પાર્ટીની અંદરથી જ પડકારો મળી રહ્યા છે. હાલમાં જ પાર્ટીએ પોતાની ઘણા રાજ્યોના એકમોમાંથી અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રાજ્યનાં નેતૃત્વ ગઠબંધનના  વિકલ્પો મુદ્દે ઘણી વહેંચાયેલી છે. જો કે કોંગ્રેસે આ સમસ્યાનો ઉકેલ નહી કરે તો પાર્ટીની મુશ્કેલીએ વધી શકે છે.