નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિશાન સાધવાના ચક્કરમાં ભાષાની મર્યાદા તોડી બેઠા હતા. ઉતરાખંડના હરિદ્વારમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું.  તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીજી ધર્મની વાત કરે છે. હિંદુ ધર્મમાંસૌથી જરૂરી વસ્તુ ગુરૂ હોય છે. અડવાણીજી નરેન્દ્ર મોદીનાં ગુરુ છે. અડવાણીજી પરિસ્થિતી જોતાની સાથે જ તમે અડવાણીજીને સ્ટેજ પરથી લાત મારીને ઉતારી દેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડવાણી મુદ્દે રાહુલની ટીપ્પણીથી ભડકો, કોંગ્રેસ અધ્યક્ષ ભાષાની મર્યાદા જાળવે: સ્વરાજ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગંગા કિનારે આવેલ પંતદ્વીપ મેદાનમાં હરિદ્વારથી લોકસભા ઉમેદવાર  અંબરીશ કુમાર ના સમર્થનમાં જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, અનિલ અંબાણી, મેહુલ ચોક્સી, નીરવ મોદી અનેક લાખ લઇને ભાગી ગયા.  ત્યાર બાદ રાહુલ ગાંધીએ રેલીમાં ચોકીદાર ચોર છેનાં નારા લગાવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ પુછે છે કે ન્યાય યોજના માટે પૈસા ક્યાંથી આવશે. ન્યાય યોજનાના પૈસા અનિલ અંબાણી જેવા ચોરોના ખીચામાંથી આવશે. 72 હજાર રૂપિયા અંબાણીની તિજોરીમાંથી લાવીને આપશે.

સુષ્મા સ્વરાજે ભાષા પર સંયમ રાખવાની સલાહ આપી હતી
અગાઉ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની રેલીમાં અડવાણી માટે  આવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ અડવાણીને જુતા મારીને મંચ પરથી ઉતારી દીધા. ત્યારે તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ અડવાણીને જુતા મારીને મંચથી ઉતારી દીધા.  આ અંગે ભાજપે તીખી પ્રતિક્રિયા આપી હતી. ખાસ કરીને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી હતી.