નવી દિલ્હીઃ અશોક ગેહલોત માટે રાજસ્થાનના મુખ્યમંત્રીની ખુરશીનો મોહ ભારે પડી રહ્યો છે. કોંગ્રેસ ચૂંટણી સમિતિના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીએ મંગળવારે કહ્યું કે તેમને જાણકારી નથી કે અશોક ગેહલોત અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે કે નહીં. તેનાથી સ્પષ્ટ છે કે અશોક ગેહલોતને અધ્યક્ષ બનાવવા પર હાઈકમાન્ડ વિચાર કરી રહ્યું નથી. હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગેહલોતની મુખ્યમંત્રીની ખુરશી પણ સંકટમાં છે અને ઉમેદવારી બાદ હાઈકમાન્ડ મહત્વનો નિર્ણય લઈ શકે છે. તેવામાં તે કહેવામાં આવે કે ગેહલોતની ભૂલનો ફાયદો શશિ થરૂરને મળી શકે છે તો તે ખોટું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધુસૂદન મિસ્ત્રીએ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાને લઈને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સોનિયા ગાંધીને જણાવ્યું કે અત્યાર સુધી ચૂંટણીને લઈને શું-શું તૈયારી કરવામાં આવી છે. મિસ્ત્રીએ કહ્યું- અમે સોનિયા ગાંધીને જણાવ્યું કે અત્યાર સુધી ચૂંટણીને લઈને શું-શું તૈયારી થઈ છે. ચૂંટણી નક્કી કાર્યક્રમ પ્રમાણે યોજવામાં આવશે. અત્યાર સુધી શશિ થરૂર અને પવન બંસલે ઉમેદવારી પત્ર ખરીદ્યુ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના કોષાધ્યક્ષ પવન કુમાર બંસલે અધ્યક્ષ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર લીધુ છે. લગભગ તે કોઈનું સમર્થન કરશે.  


આ પણ વાંચોઃ PFI પર આ સપ્તાહે લાગી શકે છે પ્રતિબંધ, કેન્દ્રીય એજન્સીઓએ સરકારને આપી સલાહ


તો મિસ્ત્રીએ કહ્યુ કે શશિ થરૂરના પ્રતિનિધિએ સૂચના આપી છે કે તે 30 સપ્ટેમ્બરે સવારે 11 કલાકે ઉમેદવારી પત્ર ભરશે. તેમણે કહ્યું કે આ સિવાય કોઈ અન્ય નેતાની જાણકારી નથી. અશોક ગેહલોત વિશે પૂછવા પર તેમણે કહ્યું કે, તે ઉમેદવારી કરવાના છે કે નહીં તે વિશે માહિતી નથી. તેનાથી સ્પષ્ટ છે કે ગેહલોત અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થઈ ચુક્યા છે, જેને લઈને કહેવામાં આવી રહ્યું હતું કે તે મંગળવાર કે બુધવારે ઉમેદવારી દાખલ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube