નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વરિષ્ઠ નેતા શશિ થરૂર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઉમેદવાર તરીકે ઉતરવાના સંકેતો બાદ તે વાતની સંપૂર્ણ સંભાવના છે કે 22 વર્ષ બાદ કોંગ્રેસના અધ્યક્ષની પસંદગી ચૂંટણી દ્વારા થશે. આ વચ્ચે રાહુલ ગાંધી તરફથી સંકેત આપવામાં આવ્યો છે કે પાર્ટી ઉદયપુર ઘોષણાપત્ર પર આગળ વધતા એક વ્યક્તિ, એક પદની ફોર્મ્યુલા અપનાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેહલોતના નિવેદન બાદ હલચલ
ગેહલોતે પણ પાર્ટી હાઇકમાન્ડના સંકેતોમાં સુર પુરાવ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે ગેહલોતનું કહેવું છે કે પાર્ટીનો જે નિર્ણય હશે તેનો તે સ્વીકાર કરશે. ગેહલોતને સોનિયા ગાંધીના વિશ્વાસ પાત્ર માનવામાં આવે છે. અશોક ગેગલોતે બુધવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રો પ્રમાણે અશોક ગેહલોત સતત પાર્ટીના સર્વોચ્ચ નેતાઓના સંપર્કમાં છે. સંકેત સ્પષ્ટ છે કે ગેહલોત અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતરી શકે છે. 


રાહુલ ગાંધીનો મોટો ઇશારો
હકીકતમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધુ છે કે જે પણ કોંગ્રેસના અધ્યક્ષ બનશે તેણે યાદ રાખવું પડશે કે તે એક વિચારધારા અને ભારતની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરશે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે રાહુલે કહ્યુ- અમે ઉદયપુરમાં જે નિર્ણય કર્યો હતો, તે કોંગ્રેસની પ્રતિબદ્ધતા છે. રાહુલે આશા વ્યક્ત કરી કે પાર્ટીના અધ્યક્ષ પદને લઈને પણ તે પ્રતિબદ્ધતા યથાવત રહેશે. ધ્યાનમાં રહે કે કોંગ્રેસે થોડા સમય પહેલા ઉદયપુરમાં આયોજીત બેઠકમાં એક વ્યક્તિ, એક પદના ફોર્મ્યુલાને લઈને ઘોષણા પત્ર જાહેર કર્યું હતું. 


આ પણ વાંચોઃ દિલ્હીની મસ્જિદમાં પહોંચ્યા RSS પ્રમુખ મોહન ભાગવત, ઇમામે ગણાવ્યા 'રાષ્ટ્ર ઋષિ'


...... 30 સપ્ટેમ્બર સુધી રાહ જુઓ
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે થનારી ચૂંટણીને લઈને અનેક અટકળો સામે આવી રહી છે. કેટલાક રિપોર્ટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર દિગ્વિજય સિંહની એન્ટ્રી થવાની વાત કહેવામાં આવી રહી છે. પરંતુ સમાચાર એજન્સી એએનઆઈએ દિગ્વિજય સિંહને સવાલ કર્યો તો તેમણે કોઈ ચોક્કસ જવાબ ન આપ્યો પરંતુ કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી રાહ જોવી જોઈએ. દિગ્વિજય સિંહ પાર્ટી હાઈકમાન્ડને મળવા દિલ્હી પહોંચ્યા છે. 


એક વ્યક્તિ, એક પદના સિદ્ધાંત પર કોંગ્રેસ
કુલ મળીને તે સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ એક વ્યક્તિ એક પદના સિદ્ધાંત પર આગળ વધશે. સમાચાર એજન્સી આઈએએનએસે પોતાના રિપોર્મટમાં કહ્યું કે આ સંકેતથી રાજસ્થાનના મુખ્યમંત્રી પદના દાવેદારી નોંધાવનાર સચિન પાયલટ માટે આ વાત રાહતભરી છે. પાર્ટી અધ્યક્ષ વચ્ચે ગેહલોત અને થરૂર વચ્ચે મુકાબલો થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube