નવી દિલ્હીઃ કોંગ્રેસના આગામી અધ્યક્ષની ચૂંટણી હાલ ટાળી દેવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જાણકારી આપી કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી આગળ માટે સ્થગિત થઈ ગઈ છે. દેશમાં કોરોના મહામારીથી ઊભી થયેલી સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક (CWC Meeting) માં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાછલી બેઠકમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિએ 23 જૂને મતદાનની તિથિ આપી હતી. સૂત્રો પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનો આગામી કાર્યક્રમ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા આજે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં બોલતા સોનિયા ગાંધીએ કહ્યુ કે, જ્યારે આપણે 22 જાન્યુઆરીએ મળ્યા તો નક્કી કર્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા જૂનના અંત સુધી પૂરી થઈ જશે. તેમણે જણાવ્યું કે, ચૂંટણી સમિતિના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ તેની રૂપરેખા તૈયાર કરી છે. 


નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીને હરાવનારા suvendu adhikari ને ભાજપે આપી મોટી જવાબદારી


કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠકને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણે તેવા દરેક પાસાને જોવા માટે એક નાના સમૂહની રચના કરવાનો ઇરાદો છે, જે આ પ્રકારના ફેરફારનું કારણ બને. 


આ બેઠકમાં તે પણ જણાવવામાં આવ્યું કે, જૂનના અંતમાં કોંગ્રેસના આગામી અધ્યક્ષની ચૂંટણી કરાવવામાં આવશે. તેની વિસ્તૃત જાહેરાત કરવામાં આવી શકે છે. કોંગ્રેસની કાર્યસમિતિમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ સિવાય એકે એન્ટોની અને પાર્ટીના નારાજ જૂથ જી-23ના ગુલામ નબી આઝાદ પણ સામેલ છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube