નવી દિલ્હીઃ કોંગ્રેસે હરિયાણામાં મોટા ફેરફાર કર્યા છે. કોંગ્રેસે વરિષ્ઠ નેતા અને હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ કુમારી શૈલજાનું રાજીનામું મંજૂર કરી લીધું છે. પાર્ટીએ દલિત નેતા ઉદયભાનને હરિયાણા કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવ્યા છે. આ સિવાય ચાર કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે. જેને પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે તેમાં શ્રુતિ ચૌધરી, રામ કિશન ગુજ્જર, જીતેન્દ્ર કુમાર ભારદ્વાજ અને સુરેશ ગુપ્તા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હરિયાણાના પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે નેતાઓને સાથે મળીને કામ કરવાનું કહ્યું હતું. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કુમારી શૈલજાને હટાવીને પોતાના પુત્ર દીપેન્દ્ર હુડ્ડાને કમાન સોંપવાની વકાલત કરી હતી. 


સોમવારે હરિયાણા કોંગ્રેસના પ્રભારી વિવેક બંસલે પાર્ટી ચીફ સોનિયા ગાંધી સાથે બેઠક કરી હતી. ખાસ વાત છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણીને જોતા પાર્ટી પહેલાં જ નેતૃત્વમાં ફેરફારની તૈયારી કરી રહી હતી કારણ કે કોંગ્રેસ મજબૂત આધાર તૈયાર કરવા માટે સંગઠન સ્તર પર ફેરફારની પ્રક્રિયામાં છે. 


Hanuman Chalisa row: ચાલીસા વિવાદમાં હવે થઈ ડી-ગેંગની એન્ટ્રી, સંજય રાઉતે રાણા દંપતિ પર લગાવ્યા આરોપ


મહત્વનું છે કે દલિત ચહેરો અને સોનિયા ગાંધીના ખાસ હોવાને કારણે શૈલજાને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી હતી. હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનતા પહેલાં તે રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube