લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની નવી ટીમ બની, CWC માં ગુજરાતમાંથી જગદીશ ઠાકોર-દીપક બાબરીયાને મળ્યું સ્થાન

Congress Working Committee: ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના કરી છે. જેમાં ગુજરાત કોંગ્રેસમાંથી બે દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર અને દીપક બાબરીયાની પસંદગી કરવામાં આવી છે.
Congress Working Committee: ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના કરી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા બનાવવામાં આવેલી આ નવી ટીમમાં ખડગેએ પોતાના વિરુદ્ધ કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી લડી ચૂકેલા શશિ થરુર, રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને પણ સામેલ કર્યા છે. આ ઉપરાંત ગુજરાતમાંથી દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર અને દીપક બાબરિયાની પસંદગી કરવામાં આવી છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube