Shashi Tharoor Vote Percentage: કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીમાં બુધવારે મલ્લિકાર્જૂન ખડગે જીતી ગયા અને શશિ થરૂરે હારનો સામનો કરવો પડ્યો પરંતુ આમ છતાં તેમના માટે ખુશીના સમાચાર છે. શશિ થરૂર  કોંગ્રેસ અધ્યક્ષ પદ પર બિરાજમાન તો ન થઈ શક્યા પરંતુ તેમને આ હાર છતાં એક મોટી ઉપલબ્ધિ મળી છે અને ચૂંટણીના કારણે તેમને મોટો ફાયદો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હારવા છતાં મળી આ વિશેષ ઉપલબ્ધિ
મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીમાં શશિ થરૂરને મોટા અંતરથી હરાવ્યા. મતગણતરીમાં મલ્લિકાર્જૂન ખડગેને 7897 મત મળયા જ્યારે થરૂરને ફક્ત 1072 લોકોના જ મત મળ્યા. જો કે આમ છતાં તેમણે કોંગ્રેસના છેલ્લા 25 વર્ષના પાર્ટી ચૂંટણીના ઈતિહાસમાં એક ઉપલબ્ધિ મેળવી. 


કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરના રોજ થયેલા મતદાનમાં કુલ 9385 મત પડ્યા હતા. જેમાંથી 426 મત ગેરકાયદેસર ઠર્યા. 8969 કાયદેસર મતાંથી 1072 મત શશિ થરૂરને મળ્યા અને તેમના મતોની ટકાવારી 11.95 ટકા રહી. એ પ્રમાણે જોતા 25 વર્ષના ઈતિહાસમાં હારનારા ઉમેદવારનો આ સૌથી સારી ટકાવારી છે. 


22 વર્ષ પહેલા હારનારા ઉમેદવારને મળ્યા હતા એક ટકા મત
કોંગ્રેસ અધ્યક્ષ માટે આ અગાઉ 22 વર્ષ પહેલા ચૂંટણી થઈ હતી અને ત્યારે સોનિયા ગાંધી જીત્યા હતા. સોનિયા ગાંધીને યુપીના જિતેન્દ્ર પ્રસાદે પડકાર્યા હતા અને તેમને 100થી પણ ઓછા મત મળ્યા જેની ટકાવારી લગભગ એક ટકા જેટલી હતી. તે સમયે કુલ 7771 મત પડ્યા હતા. જેમાંથી 229 મત ગેરકાયદેસર ગણાયા હતા અને સોનિયા ગાંધીને 7448 મત મળ્યા હતા. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube