નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં પોતાની ચટાક અને તીખા ટ્વીટથી કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યાં છે. તે દરરોજ સરકાર પર કટાક્ષ કરી રહ્યાં છે અને પોતાના ટ્વીટના માધ્યમથી એક તીરથી ઘણા નિશાન સાધી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ બુધવારે એક ટ્વીટ કર્યું જેમાં તેમણે નાણા મંત્રાલયના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમના પદ છોડવાને લઈને નાણા પ્રધાન અરૂણ જેટલીની સાથે સાથે વડાપ્રધાન પર પણ મોટો હુમલો કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે દેશની અર્થવ્યવસ્થાનું જહાજ ડૂબી રહ્યું છે અને કેપ્ટન ડીમો ગાઢ નિંદ્રામાં સુઈ રહ્યાં છે. 


કોંગ્રેસ અધ્યક્ષ અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને કેન્દ્રીય મંત્રીઓ અરૂણ જેટલી અને પીયૂષ ગોયલની સાથે સાથે આરએસએસ પર પણ નિશાન સાધ્યું છે. 


તેમણે ટ્વીટ કરીને કહ્યું, પૂર્વ (?) નાણા પ્રધાન (જેટલી) પોતાના બંધ રૂમમાં ફેસબુક પર સમાચાર બ્રેક કરી રહ્યાં છે. ભાજપના કોષાધ્યક્ષ (ગોયલ)ની પાસે ભારતીય અર્થવ્યવસ્થાની બધી ચાવી છે. 



રાહુલ ગાંધીએ આ ટ્વીટના માધ્યમથી આરોપ લગાવ્યો કે, આરએસએસનો 'અદ્રશ્ય હાથ' જહાજને ચટ્ટાનો તરફ લઈ જઈ રહ્યો છે અને તેવામાં બુદ્ધિશાળી લોકો ડૂબતા જહાજને છોડીને ભાગી રહ્યાં છે. 


તેમણે પાંચ લાઇનના ટ્વીટમાં ચોથી લાઇનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું, આ વચ્ચે, કેપ્ટન ડીમો ગાઢ નિંદ્રા લઈ રહ્યાં છે. બાકી તમામ જગ્યાએ હંગામો છે. 


રાહુલનું આ ટ્વીટ તે સમયે આવ્યું જ્યારે અરૂણ જેટલીએ ફેસબુક પોસ્ટના માધ્યમથી જાણકારી આપી કે અરવિંદ સુબ્રમણ્યમ  નાણા મંત્રાલય છોડી રહ્યાં છે અને તેઓ પોતાની પારિવારિક પ્રતિબદ્ધતાઓને કારણે અમેરિકા પરત ફરી રહ્યાં છે. 


સુબ્રમણ્મયને ઓક્ટોબર, 2014માં નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણુંક ત્રણ વર્ષ માટે થઈ હતી. 2017માં તેમનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવામાં આવ્યો હતો.