નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. ડોક્ટરોએ હાલ તેમને ઘરે આરામ કરવાની સલાહ આપી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. સોનિયા ગાંધી (75) બે જૂને કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમને કોવિડ-19 બાદની મુશ્કેલીને કારણે 12 જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ અનુસાર હોસ્પિટલમાં દાખલ કરાવ્યા બાદ ખ્યાલ આવ્યો કે તેમની શ્વાસ નળીમાં સંક્રમણ છે. 


કોંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશે સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું કે 12 જૂને તેમને નાકમાં લોહી નિકળ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. 


આ પણ વાંચોઃ Presidential Election 2022: કોણ હશે વિપક્ષના ઉમેદવાર? ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ ઓફર ઠુકરાવી, જાણો શું કહ્યું  


નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ નેશનલ હેરાલ્ડ સંબંધિત કથિત મની લોન્ડ્રિંગના એક કેસમાં સોનિયા ગાંધીને ફરી સમન્સ મોકલી 23 જૂને પૂછપરછ માટે હાજર થવાનું કહ્યું છે. સોનિયા ગાંધીને આ પહેલા 8 જૂને રજૂ થવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાને કારણે કોંગ્રેસના અધ્યક્ષા હાજર થઈ શક્યા નહીં. 


તપાસ એજન્સી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પહેલાથી પૂછપરછ કરી રહી છે અને તેઓ આજે પણ ઈડી સમક્ષ હાજર થયા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube