નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરીને સામાન્ય જનતાને રાહત આપવી જોઈએ. આ સિવાય પાછલી સરકારો પર આરોપ નહીં લગાવવાની ચેતવણી પણ આપી છે. સોનિયા ગાંધીએ આગળ સવાલ કર્યો કે સરકાર રેટ વધારવાના પોતાના પગલાને યોગ્ય કેમ ગણાવી શકે છે? સોનિયા ગાંધીએ પત્રમાં સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરી રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ લખ્યું છે, 'સરકારની પસંદગી લોકોનો ભાર ઓછો કરવા માટે કરવામાં આવે છે, ન કે તેમના હિતો પર ઘાત કરવા માટે. હું તમને આગ્રહ કરુ છું કે તમે ઈંધણની કિંમતોમાં તત્કાલ કમી કરી કાચા તેલની કિંમતોનો લાભ, મધ્યમ વર્ગ, પગારદાર વર્ગ, કિસાનો, ગરીબો અને સામાન્ય જનતાને આપો. આ લોકો લાંબા સમયથી અભૂતપૂર્વ આર્થિક મંદી, ચારેતરફ બેરોજગારી, વેતનમાં ઘટાડો અને નોકરીઓ ગુમાવવાને કારણે ભયાનક સંઘર્ષના સમયમાંથી પસાર થઈ રહ્યાં છે.'


Puducherry Political Crisis : કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામુ, કાલે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ


ગેર સિલિન્ડરના વધતા રેટનો ઉલ્લેખ
સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું છે, 'એલપીજીના સબ્સિડી વગરના રસોઈ ગેસની કિંમતો દિલ્હીમાં 769 રૂપિયા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં 800 રૂપિયાને પાર કરી ગઈ છે. આ એટલા માટે નિર્દયતાપૂર્ણ છે કારણ કે તેનાથી દરેક ઘર પ્રભાવિત થાય છે. સરકારની પાસે ડિસેમ્બર 2020થી લઈને અત્યાર સુધી અઢી મહિનામાં પ્રત્યેક સિલિન્ડરની કિંમત 175 રૂપિયા વધારી દેવી શું યોગ્ય છે.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube