Congress President Election Poll Live Updates: કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે આજે દેશભરમાં કોંગ્રેસ કાર્યાલયોમાં 68 બૂથો પર મતદાન થઈ રહ્યું છે અને 9 હજાર કરતા વધુ ડેલિગેટ્સ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતગણતરી બુધવારે (19 ઓક્ટોબર) થશે. પાર્ટીના લગભગ 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠીવાર આ રીતે અધ્યક્ષ નક્કી કરવા માટે ચૂંટણી મુકાબલો થઈ રહ્યો છે. આ ચૂંટણીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા અધ્યક્ષ પદ માટે રેસમાં રહ્યા નથી. એટલે કે ગાંધી પરિવાર અધ્યક્ષ પદની ચૂંટણીમાંથી બહાર છે. 24 વર્ષ બાદ એવું પહેલીવાર બનશે કે જ્યારે ગાંધી પરિવાર બહારની કોઈ વ્યક્તિ કોંગ્રેસના અધ્યક્ષ બનશે. મતદાન સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનિયા ગાંધીએ કર્યું મતદાન
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી મેદાનમાં મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂર આમને સામને છે. પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં મતદાન કર્યું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube