Congress March: મોંઘવારી અને જીએસટી વિરુદ્ધ કોંગ્રેસના નેતા આજે રસ્તાઓ પર ઉતર્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ નેતા સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ અને પીએમ આવાસને ઘેરાવ કરશે. કોંગ્રેસ પાર્ટીના દેશવ્યાપી પ્રદર્શન માટે પાર્ટીએ ઓફિસની અંદર પણ પૂરી તૈયારીઓ કરી છે. દેશભરમાંથી મહિલાઓ અને પુરુષ કાર્યકરો બોલાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા કાર્યકરોએ આ રીતે કર્યું પ્રદર્શન
મોંઘવારીને લઈને કોંગ્રેસના મહિલા કાર્યકરો અલગ રીતે પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકરોનું કહેવું છે કે મોંઘવારી એટલી છે કે તેમની પાસે તેલ નથી. તેમણે પાણીમાં ભોજન રાંધવું પડે છે. સિલિન્ડર 1000 પાર જતું રહ્યું છે. અમે તેનો ઉપયોગ પણ કરી શકતા નથી. આવામાં કાચાપાકા શાક  બનાવી રહ્યા છીએ કારણ કે દેશની અંદર તેને પકવવાની કોઈ આશા નથી. 


Rahul Gandhi: મોંઘવારી-બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- 'જે ડરે છે તે જ ધમકાવે છે'


અત્રે જણાવવાનું કે દિલ્હી પોલીસે આજે કોંગ્રેસના આ પ્રદર્શનને મંજૂરી આપેલી નથી. અધિકારીઓએ આ જાણકારી આપી. કોંગ્રેસે મૂલ્ય વૃદ્ધિ, બેરોજગારી, અને જરૂરી વસ્તુઓ પર જીએસટી વધારવા વિરુદ્ધ 5 ઓગસ્ટના રોજ મોટા પાયે વિરોધની યોજના ઘડી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube