નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી. રાહુલ ગાંધીની પૂછપરછ ત્રણ તબકકામાં થઈ. ઈડીના અધિકારીઓ પાસે 55 સવાલોની યાદી હતી. અધિકારીઓએ રાહુલ ગાંધીને જે સવાલો કર્યા તેની જાણકારી પણ સામે આવી છે. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના સેંકડો કાર્યકરો અને નેતાઓ પણ ઈડીની ઓફિસ પહોંચ્યા હતા. અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી. કોંગ્રેસ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળેલી ઈડીની નોટિસનો વિરોધ કરી રહી છે અને આજે આ નોટિસના વિરોધમાં દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા જેને 'સત્યાગ્રહ' નામ આપ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈડીએ પૂછ્યા આ સવાલ
ઈડીએ જે સવાલ પૂછ્યા તેની યાદી પણ હવે બહાર આવી છે. ઈડીએ રાહુલ ગાંધીને યંગ ઈન્ડિયા કંપની અંગે સવાલ કર્યા. તપાસ એજન્સીના અધિકારીઓએ રાહુલ ગાંધીને પૂછ્યું કે યંગ ઈન્ડિયા કંપની કેવી રીતે અને કોણે બનાવી. રાહુલ ગાંધીને જે સવાલ પૂછાયા તેમાં તેમના નામ, પરિવાર, એડ્રસ, કામ, યંગ ઈન્ડિયા કંપનીની વિગતો સામેલ હતી. સામ પિત્રોડા અને સુમન દુબે સાથે શું સંબંધ છે અને કેવી રીતે આ કંપની તમારી પાસે આવી. ઈડીના અધિકારીઓએ રાહુલને પૂછ્યું કે યંગ ઈન્ડિયામાં તમારી કેટલી ભાગીદારી છે. કંપનીમાં પૈસા ક્યાંથી આવ્યા. જે કંપનીએ યંગ ઈન્ડિયામાં પૈસા આપ્યા તેની સાથે શું સંબંધ છે. શું આ કંપનીને એજેએલને લેવા માટે બનાવી હતી. 


અધિકારીઓએ પૂછ્યું કે કોંગ્રેસ પાર્ટીની 90 કરોડની લોન કેવી રીતે 50 લાખમાં પૂરી થઈ ગઈ. AJL ની કેટલી સંપત્તિ હવે યંગ ઈન્ડિયા પાસે છે અને તેનો માલિકી હક કોની પાસે છે. AJL ની સંપત્તિઓની દેખરેખ કોણ કરે છે અને તેનાથી મળતું ભાડું કોની પાસે જાય છે. 


National Herald Case: 1938માં શરૂ થયેલું નેશનલ હેરાલ્ડ 2008માં બંધ, જાણો સોનિયા-રાહુલ પર શું છે આરોપ


જુઓ Video


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube