Congress change Twitter DP: PM મોદીએ DP માં તિરંગો મૂક્યો, તો કોંગ્રેસે પણ ફોટો બદલી આપ્યો આ સંદેશ
Congress changed Social Media Profile Pic: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ડીપી ચેન્જ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાનો પ્રોફાઈલ ફોટો બદલ્યો છે. કોંગ્રેસે તિરંગાની સાથે પૂર્વ પીએમની તસવીર ડીપીમાં મૂકીને એક ખાસ સંદેશ આપ્યો છે. આ સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ તિરંગા સાથે જવાહરલાલ નહેરુનો ફોટો પોતાના ડીપી તરીકે મૂક્યો છે. વાંચો અહેવાલ.
Congress changed Social Media Profile Pic: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ડીપી ચેન્જ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાનો પ્રોફાઈલ ફોટો બદલ્યો છે. કોંગ્રેસે પોતાના ડીપીમાં તિરંગા સાથે પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુનો ફોટો લગાવ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘર તિરંગા અભિયાન હેઠળ કોંગ્રેસે પ્રોફાઈલ ફોટામાં બદલાવ કર્યો છે. આ સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ તિરંગા સાથે જવાહરલાલ નહેરુનો ફોટો પોતાના ડીપી તરીકે મૂક્યો છે.
કોંગ્રેસે ફોટો શેર કરીને આપ્યો આ મેસેજ
તિરંગા સાથે પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નહેરુનો ફોટો શેર કરતા કોંગ્રેસે એક ખાસ સંદેશ પણ આપ્યો છે. કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે તિરંગો આપણા દિલમાં છે, લોહી બનીને આપણી નસોમાં છે. 31 ડિસેમ્બર 1929ના રોજ પંડિત નહેરુએ રાવી નદીના તટે તિરંગો લહેરાવતા કહ્યું હતું કે 'હવે તિરંગો ફરકાવી દીધો છે, આ ઝૂકવો જોઈએ નહીં. આવો આપણે બધા દેશની અખંડ એક્તાનો સંદેશ આપનારા આ તિરંગાને આપણી ઓળખ બનાવીએ. જય હિન્દ, #MyTirangaMyPride'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube