દેહરાદુન : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉતરાખંડની રાજધાની દેહરાદુનમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ ડીલથી માંડીને જીએસટી અને ખેડૂત સન્માન નિધિ યોજના પર પણ પ્રહાર કર્યો. રાહુલ ગાંધીએ જીએસટીનાં વેપારીઓને નુકસાન પહોંચાડવાનો ઉક્લેળ કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદીની આ ભયંકર ભુલ માટે હું તેમના તરફથી માફી માંગુ છું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીએસટીનાં વેપારીઓને થનારા નુકસાનનો હવાલો ટાંકતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ગબ્બર સિંહ ટેક્સને સાચા જીએસટીમાં બદલીશું. જે એક સાધારણ ટેક્સ હશે. રાહુલે વેપારીઓને સંબોધિત કરતા કહ્યું કે, જીએસટીનાં કારણે જ તમારુ નુકસાન થયું અને જે કષ્ટ થયું છે, તેના માટે હું તમને નરેન્દ્ર મોદી તરફથી માફી માંગુ છું. તેમણે ભયંકર ભુલ કરી છે અને અમે તેની ભુલને યોગ્ય કરીશું. 

આ પહેલા જનસભાની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ઉતરાખંડની પવિત્ર ભુમિ પર આવીને મને ખુબ જ ખુશી થઇ રહી છે. સેનામાં ઉતરાખંડની જે ભાગીદારી છે, સમગ્ર હિન્દુસ્તા તેનું હૃદયથી સ્વાગત કરે છે. પુલવામામાં સીઆરપીએફનાં સૈનિકો શહીદ થયા. પુલવામા બ્લાસ્ટ બાદ અમે તુરંત કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સમગ્ર દમ સાથે સરકાર અને દેશ ઉભા છે. જો કે તે સમયે વડાપ્રધાન કાર્બેટ પાર્કમાં વીડિયો શુટમાં લાગેલા હતા. હસતા સાડા ત્રણ કલાક સુધી તેઓ અહીં લાગેલા રહ્યા અને આખો દિવસ દેશભક્તિી વાત કરે છે. 

જ્યારે રાહુલે કહ્યું કે, શરમ આવવી જોઇએ
વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજનાની જાહેરાત અંગે પણ રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેર્યા. રાહુલ ગાંધીએ નાણામંત્રી સ્વરૂપે પિયુષ ગોયલનાં બજેટ ભાષણ અંગે કહ્યું કે, સંસદમાં પાંચ મિનિટ સુધી ભજાપના તમામ સાંસદોએ વડાપ્રધાન મોદી તરફ જોઇને તાળીઓ વગાડી. રાહુલે કહ્યું કે, મે ખડગે જીને પુછ્યું કે તેઓ તાળીઓ શા માટે વગાડી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, હિન્દુસ્તાનનાં ખેડૂતને પ્રતિદિવસ સાડા ત્રણ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.