કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવાની શક્યતા
રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા સંજય સિંહે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધુ છે. તેમણે અને તેમના પત્ની અમિતાએ કોંગ્રેસ પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ આવતીકાલે ભાજપમાં જોડાશે.
સંજય સિંહે જણાવ્યું કે, ગાંધી પરિવાર સાથે મારે નજીકનો સંબંધ રહ્યો છે અને આ સંબંધમાં કોઈ ખટાશ આવી નથી. અમે છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલી છીએ, પરંતુ છેલ્લા 15-20 વર્ષથી પાર્ટીમાં જે પ્રકારનું વાતાવરણ છે એવું અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. હું બે વખત લોકસભામાં અને બે વખત રાજ્યસભામાં સાંસદ રહ્યો છે. આવા મોટા નિર્ણય એક-બે દિવસમાં લેવાતા નથી.
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું મોટું નિવેદન, ‘ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ છે’
તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસના નેતૃત્વમાં શૂન્યાવકાશ સર્જાઈ ગયો છે. પાર્ટી ભૂતકાળમાં ચાલી રહી છે અને આવતીકાલની તેને કંઈ ખબર જ નથી. તેઓ પીએમ મોદીના 'સબકા સાથ, સબકા વિકાસ'થી પ્રભાવિત થયા છે. પીએમ મોદી આજે દેશમાં જે રીતે કામ કરી રહ્યા છે તેના કારણે દેશ તેમની સાથે છે. દેશ તેમની સાથે છે એટલે હું પણ તેમની સાથે છું. હું આવતીકાલે ભાજપમાં જોડાઈશ.
જૂઓ LIVE TV....