નાગપુર : કોંગ્રેસે કહ્યું કે, જે દળોએ રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં એનડીએનો સાથ આપ્યો છે અને વિપક્ષની એકતા તોડી છે તેમણે પોતાનું પાખંડ પ્રદર્શીત કર્યું છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ દાવો પણ કર્યો કે સામાન્ય રીતે ઘણા દળોએ 9 ઓગષ્ટના રોજ ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીના ઉમેદવારની વિરુદ્ધ મતદાન કર્યું હતું પરંતુ વિપક્ષી એકતા જળવાયેલી છે. સંસદના ઉપરના સદનમાં ચૂંટણી દરમિયાન જનતા દળ યુનાઇટેડના હરિવંશ નારાયણ સિંહે વિપક્ષી ઉમેદવાર કોંગ્રેસ સમર્થીક બીકે હરિપ્રસાદને હરાવી દીધા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, ચૂંટણીના પરિણામનો અર્થ એવો નથી કે વિપક્ષી એકતા તુટી ગઇ છે. તેમણે કહ્યું કે, ઘણા બધા લોકો અને દળ જે નરેન્દ્ર મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા રહ્યા અને સામાન્ય લોકોનો અવાજનું પ્રતિનિધિત્વનો દાવો કરતા રહ્યા, તેઓ ચૂંટણી પર ગેરહાજર રહ્યા અને તેમણે સરકારનના ઉમેદવારના વિરોધમાં મતદાન નથી કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે વોટિંગ કરનારાએ પોતાનાં જીવબદારી સાથે છેડો ફાડ્યો અને પોતાનો પાખંડ જાહેર કરી દીધો. 

ઓરિસ્સાની સત્તાધારી પાર્ટી બીજુ જનતા દળ અને દિલ્હીમાં શાસન કરનારી આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં વિપક્ષી એકતા થી અંતર બનાવ્યું અને એનડીએ ઉમેદવારની જીત નિશ્ચિત થઇ ગઇ. બંન્ને જ દળ પોતાનાં રાજ્યોમાં ભાજપનાં કટ્ટર વિરોધી છે. વાઇએસઆર કોંગ્રેસ પાર્ટી મતદાનથી અંતર રાખ્યું. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, બોફોર્સ સોદામાં કોંગ્રેસ પર ખુબ જ કિચ્ચડ ઉછાળવામાં આવ્યું. જો કે કોંગ્રેસ તપાસથી નહોતી ભાગી. કોંગ્રેસ અને સુપ્રીમ કોર્ટનાં પ્રત્યે પોતે જવાબદાર બનાવ્યા. 

કોંગ્રેસે કર્યો હતો જીતનો દાવો
રાજ્યસભામાં ઉપસભાપતિ ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના સંખ્યાબળના આધારે જીતનો દાવો કર્યો હતો. એક તરફ ભાજપે 126 સભ્યો સાથે હોવાનો દાવો કર્યો, તો બીજી તરફ કોંગ્રેસે 111 સભ્યોનાં સમર્થનની વાત કરી હતી. કોંગ્રેસે 61 સભ્યો ઉપરાંત તેને તૃણમુલ કોંગ્રેસ અને સપાના 13-13 સભ્યો, ટીડીપીનાં છ, માકપાનાં 5, બસપા અને દ્રમુકનાં 4-4 સભ્યો, ભાકપાનાં બે અને જેડીએસનાં એક સભ્યનું સમર્થન મળવાની આશા હતી.