નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પોતાના ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરી દીધુ છે. બીજા લિસ્ટમાં 43 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ગૌરવ ગોગોઈ અસમના જોરહાટથી ઉમેદવાર હશે, મધ્ય પ્રદેશના છિંદવાડાથી નકુલનાથને ટિકિટ મળી છે. આ પહેલા કોંગ્રેસે 8 માર્ચે પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ લિસ્ટ અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. તો છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ રાજનાંદગાંવ સીટથી ચૂંટણી લડશે. કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી બે યાદીમાં કુલ 82 ઉમેદવારો જાહેર કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજા લિસ્ટમાં ગૌરવ ગોગોઈ અમસની જોરહાટ સીટથી મેદાનમાં હશે. તો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથને છિંડવાદાથી ટિકિટ મળી છે. લોકસભા ચૂંટણી માટે રાજસ્થાનના ચુરૂથી રાહુલ કસ્વાં, જાલોરથી વૈભવ ગેહલોતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે રાહુલ કસ્વાંની ટિકિટ ભાજપે કાપી હતી. ત્યારબાદ તેમણે બળવો કર્યો અને કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. 



ગુજરાતમાં કોંગ્રેસે જાહેર કર્યા છ ઉમેદવાર
હવે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ નક્કી કરાયા છે. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્ઘાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમ ભરત મકવાણા, વલસાડથી અનંત પટેલને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે શુક્રવારે (8 માર્ચ) પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.


કોંગ્રેસની પ્રથમ યાદીમાં હતા આ નામ


ક્રમાંક ઉમેદવાર લોકસભા સીટ રાજ્ય
1 ભૂપેશ બઘેલ રાજનાંદગાંવ છત્તીસગઢ
2 શિવકુમાર દહરિયા જાંજગીર-ચાંપા છત્તીસગઢ
3 જ્યોત્સના મહંત કોરબા છત્તીસગઢ
4 રાજેન્દ્ર સાહુ કિલ્લો છત્તીસગઢ
5 વિકાસ ઉપાધ્યાય રાયપુર છત્તીસગઢ
6 તામ્રધ્વજ સાહુ મહાસમુન્દ છત્તીસગઢ
7 એચ આર અલાગુર (રાજુ) બીજાપુર કર્ણાટક
8 ગીતા શિવરાજકુમાર શિમોગા કર્ણાટક
9 ડી કે સુરેશ બેંગ્લોર ગ્રામીણ કર્ણાટક
10 આનંદસ્વામી ગદ્દેવાર મઠ મેન્શન કર્ણાટક
11 એમ શ્રેયસ પટેલ હસન કર્ણાટક
12 એસ પી મુદ્દા હનુમાનગૌડા તુમકુર કર્ણાટક
13 વેંકટરામગોવ (સ્ટાર ચંદ્રુ) માંડ્યા કર્ણાટક
14 રાજમોહન ઉન્નિતન કાસરગોડ કેરળ
15 રાહુલ ગાંધી વાયનાડ કેરળ
16 કે સુધાકરન કન્નુર કેરળ
17 શશિ થરૂર તિરુવનંતપુરમ કેરળ
18 કે મુરલીધરન થ્રિસુર કેરળ
19 શફી પારંબિલ વાડકારા કેરળ
20 એમ કે રાઘવન કોઝિકોડ કેરળ
21 વીકે શ્રીકંદન પલક્કડ કેરળ
22 કેસી વેણુગોપાલ અલપ્પુઝા કેરળ
23 રમ્યા હરિદાસ અલ્થૂર કેરળ
24 બેની બેહનન ચલકુડી કેરળ
25 હિબી એડન એર્નાકુલમ કેરળ
26 ડીન કુરિયાકોસ ઇડુક્કી કેરળ
27 કોડીકુંનીલ સુરેશ માવેલીક્કર કેરળ
28 એન્ટો એન્ટોન પથનમથિટ્ટા કેરળ
29 દૂરનો પ્રકાશ એટિંગોલ કેરળ
30 મોહમ્મદ હમદુલ્લાહ સઈદ લક્ષદ્વીપ લક્ષદ્વીપ
31 વિન્સેન્ટ એચ પાલા શિલોંગ મેઘાલય
32 સાલેંગ એ સંગમા તુરા મેઘાલય
33 એસ સુફોન્ગમેરેન જમીર નાગાલેન્ડ નાગાલેન્ડ
34 ગોપાલ છેત્રી સિક્કિમ સિક્કિમ
35 સુરેશ કુમાર શેટકર ઝહિરાબાદ તેલંગાણા
36 રઘુવીર કુન્દુરુ નાલગોંડા તેલંગાણા
37 ચલ્લા વામશી ચંદ રેડ્ડી મહબૂબનગર તેલંગાણા
38 બલરામ નાયક પોરીકા મહબૂબાબાદ તેલંગાણા
39 આશિષ કુમાર સાહા ત્રિપુરા પશ્ચિમ ત્રિપુરા