નવી દિલ્હી : કોંગ્રેસે છત્તીસગઢ  વિધાનસભા ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટી (બસપા) અને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની પાર્ટી વચ્ચે ગઠબંધનને ભાજપના ઇશારે થયેલી ડીલ ગણાવી હતી, સાથે જણાવ્યું કે તેના કારણે કોંગ્રેસને કોઇ પણ પ્રકારનું નુકસાન નહી થાય. પાર્ટીનાં છત્તીસગઢ પ્રભારી પી.એલ પુનિયાએ કહ્યું કે, કોંગ્રેસ છત્તીસગઢની તમામ 90 સીટો પર ચૂંટણી લડવા માટે સંપુર્ણ તૈયાર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, બસપા અમારી સાથે વાચતીત ચાલી રહી છે, પરંતુ તેમણે જોગી સાથે સમજુતી કરી છે. આ તેમનો નિર્ણય છે અને અમને તેનાંથી કોઇ જ વાંધો નથી. જો કે હું તે કહેવા માંગુ છું કે અમે તમામ 90 સીટો પર ચૂંટણી લડવા માટે તૈયાર છીએ. 

પુનિયાએ કહ્યું કે, અમારા કાર્યકરત્તાઓ ઇચ્છે છે અમે કોઇ સાથે ગઠબંધન કરવાની જરૂર નથી.અમારી તૈયારી પણ તેવા જ પ્રકારની છે. જ્યાં સુધી નફા - નુકસાનનો સવાલ છે તો અમે તેનાંથી કોઇ નુકસાન નહી હોય. પુનિયાએ કહ્યું કે, સંવિધાનમાં પરિવર્તનની વાત કરનારાઓની સાથે જોગી છે. કોંગ્રેસમાં રહેવા દરમિયાન પણ જોગી ભાજપનાં ઇશારે જ કામ કરતા હતા. 

આ સમગ્ર ડીલ ભાજપનાં ઇશારે થઇ છે
કોંગ્રેસે દાવો કર્યો કે, ભાજપની ખુબ જ મોટી રમત છે. આ સમગ્ર ડીલ ભાજપનાં ઇશારે તઇ છે. જો કે કોઇ પણ જનભાવનાથી મોટુ ન હોઇ શકે. આ વખતે છત્તીસગઢની જનતાએ ભાજપને ઉખાડી ફેંકવાની તૈયારી કરી લીદી છે. આ પરિણામ બદલાવાનું નથી. 
તેમ પુછવામાં આવતા કે શું તેનું બસપા સાથે લોકસભા ચૂંટણી ગઠબંધનની સંભાવના પર અસર થશે તો પુનિયાએ કહ્યું કે, તેનું ગઠબંધન વિધાનસભા ચૂંટણી માટે છે. લોકસભાનાં માટે રાષ્ટ્રીય નેતૃત્વનાં સ્તર પર કોઇ નિર્ણય થશે.