નવી દિલ્હી : કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે સીએજી રાજીવ મહર્ષી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, રાફેલ સોદામાં રાજીવ મહર્ષી પોતે જ પોતાની તપાસ કઇ રીતે કરી શકે. જ્યારે વડાપ્રધાન મોદીએ એપ્રીલ 2015માં રાષ્ટ્રીય સુરક્ષાને પહોંચાડવાનાં આ કેસમાં નાણાસચિવ સંડોવાયેલા હતા. હવે તેઓ જ સીએજી બનીને અહેવાલ રજુ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલનો કેગ અહેવાલ સોમવારે સંસદમાં રજુ થઇ શકે છે. 


ડિજિટલ યુગમાં ન્યાયિક પ્રક્રિયા ખુબ જ દબાણમાં કામ કરી રહી છે: જસ્ટિસ સીકરી


J&K: લાલચોક નજીક CRPF ટીમ પર ગ્રેનેડથી હૂમલો, 12 ઘાયલ



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે મહર્ષીને કહ્યું કે, તમે 29 ઓક્ટોબર 2014થી 30 ઓગષ્ટ 2015 સુધી નાણા સચિવ હતા. તેનો અર્થ છે કે 58 હજાર કરોડ રૂપિયાનાં ખર્ચે 36 રાફેલ વિમાનની ખરીદી વડાપ્રધાનની એક તરફી જાહેરાત સમયે તમે નાણા સચિવ હતા. નાણામંત્રાલયના પ્રતિનિધિ એટલે કે કોસ્ટ એકાઉન્ટ્સ સર્વિસનાં સભ્ય અને નાણાકીય સલાહકાર ભારતીય મંત્રણા ટીમનો હિસ્સો હતા. એટલા માટે તમે રાફેલ સોદાની વાતચીતમાં પણ સામેલ હતા. એટલા માટે તમારે રાફેલ અંગેના રિપોર્ટ રજુ કરવાથી દુર રહેવું જોઇએ.